• મંગળવાર, 09 જૂન, 2026

પદાર્પણ મેચમાં જ વિક્રમોની હારમાળા રચતો પ્રતિભાશાળી સ્પિનર માનવ સુથાર

ન્યૂ ચંદિગઢ, તા.8 રાજસ્થાનના 23 વર્ષીય સ્પિન ઓલરાઉન્ડર માનવ સુથારે પદાર્પણ મેચમાં વિક્રમોની હારમાળા રચી છે. અફઘાનિસ્તાન સામેના એકમાત્ર ટેસ્ટના પહેલા દાવમાં 6 અને બીજા દાવમાં 1 વિકેટ લેનાર માનવ સુથાર પ્લેયર ઓફ મેચ બન્યો હતો. માનવ સુથારના શાનદાર દેખાવથી ભારતનો એક દાવ અને 300 રને મહાવિજય થયો હતો.

માનવ સુથાર ટેસ્ટ ડેબ્યૂમાં ફાઇફર ( વિકેટ) લેનાર 10મો ભારતીય બોલર બન્યો છે. ઉપરાંત ડેબ્યૂ ટેસ્ટની એક ઇનિંગમાં 33 રનમાં 6 વિકેટ ઝડપીને માનવ સુથાર આર. અશ્વિનથી આગળ થયો છે. અશ્વિને 2011માં તેના પહેલા ટેસ્ટમાં 47 રનમાં 6 વિકેટ લીધી હતી. માનવથી આગળ નરેન્દ્ર હિરાવણી છે. તેણે 1988માં પોતાના પહેલા ટેસ્ટમાં વિન્ડિઝ સામે પહેલા દાવમાં 61 રનમાં 8 અને બીજા દાવમાં 7 રનમાં 8 વિકેટ લીધી હતી.

માનવની વિશેષ ઉપલબ્ધિ

પદાર્પણ મેચમાં મેન ઓફ મેચ એવોર્ડ જીતનારો માનવ સુથાર ભારતનો નવમો ક્રિકેટર બન્યો છે. અગાઉ ઉપલબ્ધિ પ્રવીણ આમરે (1992), આરપી સિંહ (2006), રવિચંદ્રન અશ્વિન (2011), શિખર ધવન (2013), રોહિત શર્મા (2013), પૃથ્વી શો (2018), શ્રેયસ અય્યર (2021), યશસ્વી જયસ્વાલ (2023) હાંસલ કરી ચૂક્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક