• મંગળવાર, 09 જૂન, 2026

સીજેબી બાદ હવે ‘ઈશ્ક કરો પાર્ટી’

સુપ્રીમના પૂર્વ જજ માર્કંડેય કાત્જુનું એલાન અભિજિત દીપકે ઉપર પણ નિશાન

નવી દિલ્હી, તા. 8 સોશિયલ મીડિયા અભિયાનકોકરોચ જનતા પાર્ટીની વ્યાપક ચર્ચા વચ્ચે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજેઈશ્ક કરો પાર્ટી નામનું એક ડિજીટલ અભિયાન શરૂ કરવાનું એલાન કર્યું છે. સર્વોચ્ચ ન્યાયાલયના પુર્વ જજ માર્કંડેય કાત્જુએ એક્સ ઉપર પોસ્ટ મારફતે મામલે જાણકારી આપી હતી. સાથે અપીલ કરી હતી કે જે કોઈપણ યુવાન અભિયાનમાં જોડાવા માગે છે તેઓ સત્તાવાર ઇમેઇલ આઇડી ઉપર સંપર્ક કરી શકે છે.

પુર્વ જજ અનુસાર એક એવું પ્લેટફોર્મ હશે જે લોકોને યુદ્ધ અને ધૃણા નહીં પણ પ્રેમ કરવા પ્રોત્સાહિત કરશે. કાત્જુએ મામલે અલગ અલગ પોસ્ટ શેર કરી હતી. જેમાં કહ્યું હતું કે જે લોકો નવી બનેલીઈશ્ક કરો પાર્ટી સાથે જોડાવા માગે છે, જેના તેઓ સંરક્ષક છે તેઓ સત્તાવાર મેઈલ આઈડી ઉપર સંપર્ક કરી શકે છે. અન્ય એક પોસ્ટમાં લખ્યું હતું કે, કોઈ મજાક નથી. કોઈ વેલેન્ટાઇન ડે જેવી પહેલ નથી, એટલે ખોટી ધારણા બનાવવાની જોઈએ. હકીકતમાં ભારત સામે વર્તમાન સમયે રહેલા સંકટનો ઉકેલ લાવવાનો ગંભીર પ્રયાસ છે. એક પોસ્ટમાં સીજેપીના અભિજિત દીપકે ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે દીપકે મૂર્ખ છે, જેનું પ્રમાણ પ્રમુખ માગમાં જોવા મળે છે.

ઇ-પેપરના નવા શુલ્ક