પેમેન્ટ
સિસ્ટમમાં સુધારો કરવા સાંસદોએ આપ્યું ભારતનું ઉદાહરણ
વોશિંગ્ટન,
તા. 25 : અમેરિકાના વાશિંગ્ટનમાં દેશની ભાવિ પેમેન્ટ સિસ્ટમના આધુનિકીકરણને લઈને ચાલી
રહેલી એક ઉચ્ચ સ્તરીય ચર્ચામાં ભારતની ડિજિટલ ક્રાંતિના વખાણ કરવામાં આવ્યા છે. અમેરિકી
કાયદા નિષ્ણાંતો અને સાંસદોએ ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (ઞઙઈં)નું ઉદાહરણ
આપતા જણાવ્યું હતું કે, કઈ રીતે એક આધુનિક પબ્લિક પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાનગી ક્ષેત્રમાં
ઇનોવેશનને પ્રોત્સાહન આપી શકે છે. આ દરમિયાન ફિનટેક કંપનીઓએ અમેરિકી કોંગ્રેસને પેમેન્ટ
નેટવર્ક પરના નિયમોમાં તાત્કાલિક સુધારો કરવા વિનંતી કરી છે.
હાઉસ
ફાઇનાન્સિયલ સર્વિસીસ કમિટીની સબકમિટી ઓન ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયુશન્સની બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ
ચર્ચા થઈ હતી. આ સુનાવણી દરમિયાન સાંસદોએ તપાસ કરી હતી કે, શું અમેરિકાએ તેના નિયમનકારી
માળખાંને આધુનિક બનાવવું જોઈએ, જેથી લાયક બિન-બેંક પેમેન્ટ કંપનીઓને પરંપરાગત બાંકિંગ
મધ્યસ્થીઓ પર નિર્ભર રહેવાને બદલે ફેડરલ રિઝર્વના પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી સીધી
પહોંચ મળી શકે.
વિશ્વવિખ્યાત
ફિનટેક કંપની ‘સ્ટ્રાઇપ’ના વાઇસ ચેર ઇલીન ઓ’મારાએ સાંસદોને જણાવ્યું હતું કે, જે દેશોએ
પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી સીધી પહોંચ આપી છે, ત્યાં નોંધપાત્ર ઇનોવેશન જોવા મળ્યું
છે. તેમણે આ બાબતમાં બ્રાઝિલ અને ભારત બંને દેશનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું
કે, ‘યુકેએ આ કામ 2017માં અને યુરોપિયન યુનિયને 2024માં કર્યું હતું, જેના પરિણામો
વાસ્તવિક છે, પરંતુ ભારતમાં ઞઙઈં સાથે આનાથી પણ મોટા પાયે આ જ ક્રાંતિ થતી આપણે જોઈ
છે.’