• શનિવાર, 04 જુલાઈ, 2026

ક્રોએશિયા સામે રોનાલ્ડોનો એક ગોલ અને બે રેકોર્ડ

41 વર્ષની ઉમરે રોનાલ્ડોએ મેસીને પણ પાછળ છોડયો

નવી દિલ્હી, તા. 3 : ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફરી એક વખત સાબિત કર્યું છે કે ઉમર તેના માટે માત્ર એક આંકડો છે. પોર્ટુગલના સ્ટાર કેપ્ટને ક્રોએશિયા સામે ફીફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32 મુકાબલામાં ગોલ કરીને એકસાથે બે રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. 41 વર્ષની ઉમરે રોનાલ્ડો પુરૂષ ફીફા વિશ્વકપના નોકઆઉટ મુકાબલામાં રમનારો અને ગોલ કરનારો સૌથી વધુ વયનો ખેલાડી બન્યો છે.

ટોરંટોમાં રમાયેલા મુકાબલામાં રોનાલ્ડોએ બીજા હાફમાં પેનલ્ટી ગોલ કરીને પોર્ટુગલને બરાબરી અપાવી હતી. આ ગોલ સાથે રોનાલ્ડો 41 વર્ષ અને 147 દિવસની ઉમરે ફીફા વિશ્વકપના નોકઆઉટ મુકાબલામાં ગોલ કરનારો સૌથી વયોવૃદ્ધ ખેલાડી બન્યો હતો. તેણે આ મામલે લિયોનેલ મેસીના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. છ વિશ્વકપ રમવા છતાં આ રોનાલ્ડોની કારકિર્દીનો પહેલો નોકઆઉટ ગોલ હતો. જો કે પુરા વિશ્વકપ ઈતિહાસની વાત કરવામાં આવે તો સૌથી વધુ ઉમરે ગોલ કરવાનો રેકોર્ડ હજી પણ કેમરુનના દિગ્ગજ ખેલાડી રોજર મિલાના નામે છે. મિલાએ 1994ના વિશ્વકપમાં 42 વર્ષ અને 39 દિવસની ઉમરે રશિયા સામે ગોલ કર્યો હતો. આ ઉપરાંત ક્રોએશિયા સામે મેદાનમાં ઉતરતા જ રોનાલ્ડોએ અન્ય એક રેકોર્ડ બનાવ્યો હતો. રોનાલ્ડો પુરૂષ ફીફા વિશ્વકપ નોકઆઉટ મુકાબલામાં રમનારો સૌથી વધુ વયનો આઉટફીલ્ડ ખેલાડી બન્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જોડિયાના ટીંબડી ગામે વીજ કરંટ લાગતાં શ્રમિક માતા-પુત્રના મૃત્યુ વાડીમાં કામ કરતા સમયે સર્જાઈ કરુણાંતિકા: પરિવારમાં છવાયો આક્રંદ July 04, Sat, 2026