• શનિવાર, 04 જુલાઈ, 2026

રામમંદિરના દોષીને સજા આપો : સંઘ

છજજનું પહેલું નિવેદન; હોસબોલેએ કહ્યું, દુર્ભાગ્યપૂર્ણ; ચંપત રાય જેલ જશે : કટિયાર

અયોધ્યા, તા. 3 : રામમંદિર ચડાવા ચોરીના પ્રકરણ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શુક્રવારે પહેલીવાર નિવેદન આપ્યું હતું. સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ જણાવ્યું હતું કે, ખાસ તપાસ ટીમ (સીટ)ની તપાસમાં જે પણ દોષી ઠરે તેમને કઠોર સજા થવી જોઇએ. રામમંદિરમાં રાખેલાં દાનપાત્રોમાંથી પૈસાની ચોરી દુર્ભાગ્યપૂર્ણ છે. આ કૃત્યથી રામભક્તોની ભાવના અને આસ્થાને આઘાત લાગ્યો છે, તેવું તેમણે ઉમેર્યું હતું.

બીજી તરફ અયોધ્યામાં ભાજપ નેતા વિનય કટિયારે કહ્યું હતું કે, પૈસાની ચોરી થઇ છે, એ તો સ્પષ્ટ જ છે.

ધ્યાન ખેંચનારાં નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય, ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રા,  નિર્માણ પ્રભારી ગોપાલ રાવ કોઇ કારણે બચી ગયા છે, પરંતુ તેઓ હજુ જેલમાં જઇ શકે છે.

દરમ્યાન ખાસ તપાસ ટીમ (સીટ) શુક્રવારે બીજા દિવસે પણ તપાસ કરવા માટે રામમંદિરમાં પહોંચી હતી. ટીમે ગોપાલ રાવની પૂછપરછ કરી હતી. આજે સવારે નવ વાગ્યે અયોધ્યા જેલ પહોંચીને પોલીસે આરોપી અવિનાશ શુકલાની પણ બે કલાક પૂછપરછ કરી હતી. પૂછપરછ પરથી જાણવા મળ્યું હતું કે, અવિનાશે ચડાવામાં આવેલાં સોનાં-ચાંદીના ઘરેણાં, પૈસા ઠેકાણે લગાડયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જોડિયાના ટીંબડી ગામે વીજ કરંટ લાગતાં શ્રમિક માતા-પુત્રના મૃત્યુ વાડીમાં કામ કરતા સમયે સર્જાઈ કરુણાંતિકા: પરિવારમાં છવાયો આક્રંદ July 04, Sat, 2026