7600 કરોડનું રોકાણ, 300 કર્મચારીઓ કાર્યરત, આગામી પાંચ વર્ષમાં 5 હજાર લોકોને રોજગારી મળશે
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.3 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 4 જુલાઇના રોજ સાણંદમાં સીજી સેમિની આ ઓસેટ
સુવિધા અંતર્ગત ચીપ્સના વ્યવસાયિક ઉત્પાદનનો શુભારંભ કરાવશે. વડાપ્રધાનના હસ્તે લૉન્ચ
થયા બાદ આ કંપની દેશ વિદેશમાં તેમના ગ્રાહકોને સેમિકન્ડક્ટર ચીપ્સ મોકલશે. ભારતના સેમિકન્ડક્ટર
મિશન અંતર્ગત આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા ફેબ્રુઆરી 2024માં મંજૂરી આપવામાં
આવી હતી. સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સ લિમિટેડની સબસિડરી કંપની સીજી સેમિ
પ્રા. લિમિટેડ દ્વારા રૂ.7600 કરોડના ખર્ચે સાણંદમાં ઓસેટ સુવિધા શરૂ કરવામાં આવી છે.
સીજીસેમી સાથે જાપાનની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઈક્રોઇલેક્ટ્રોનિક્સ
સંયુક્ત ભાગીદારીમાં છે. આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ
મજબૂત બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના
વિકાસથી આ દાયકો ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે. માઇક્રોન પ્લાન્ટના
શુભારંભ બાદ કેન્સ સેમિકોન અને હવે સીજી સેમિ દ્વારા ઓસેટ સુવિધા શરૂ થવાથી સ્થાનિક
આર્થિક વિકાસને વધુ વેગ મળશે. ઓસેટ એટલે કે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ
પ્લાન્ટમાં ચીપનું ટેસ્ટિંગ અને પેકાજિંગ કરીને તેને માર્કેટમાં પહોંચાડવાની કામગીરી
પૂર્ણ કરવામાં આવે છે. સીજી સેમિ દ્વારા બીજા એક પ્લાન્ટના નિર્માણનું કામ પણ અત્યારે
પ્રગતિમાં છે. આ બન્ને ઘજઅઝ સુવિધાઓ સાથે મળીને દિવસની કુલ 1.5 કરોડ ચિપ્સનું નિર્માણ
કરશે.
વડાપ્રધાન
મોદી આવતીકાલે સીજી સેમિની ઓસેટ સુવિધામાં વિવિધ સેમિકન્ડક્ટર પ્રક્રિયાઓનું નિરીક્ષણ
કરશે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ
અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન
અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહેશે. ઓસેટ સુવિધાના શુભારંભ બાદ
વડાપ્રધાન એક સભાને સંબોધિત કરશે.
આ
ઓસેટ ઓસેટ સુવિધામાં QFN, QFP જેવી લિગેસી ચીપ્સ અને આધુનિક FC-BGA અને FC-CSP ચિપ્સનું નિર્માણ કરવામાં આવશે
જે ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ડસ્ટ્રીઅલ સાધનો, 5ઋ સાધનો અને પાવર એપ્લિકેશન ક્ષેત્રની
જરૂરિયાતોને પૂર્ણ કરશે. આ કંપનીમાં અત્યારે 300થી વધુ કર્મચારીઓ કાર્યરત છે. આ પ્લાન્ટ
શરૂ થવાથી આગામી પાંચ વર્ષમાં 5000 સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે.
સાણંદ:
ઓટો હબથી સેમિકન્ડક્ટર હબ સુધી
ખૂબ
જ ટૂંકા સમયગાળામાં, સાણંદના ઔદ્યોગિક વિકાસમાં
નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. માઇક્રોન ટેકનોલોજી, કેન્સ સેમિકોન બાદ હવે ઈઋ
સેમિ દ્વારા પણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. એક સમયે ઓટોમોબાઇલ
હબ તરીકે જાણીતું સાણંદ હવે ભારતના પ્રથમ ચિપ પેકાજિંગ ક્લસ્ટર અને વૈશ્વિક સેમિકન્ડક્ટર
મૂલ્ય શૃંખલામાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. તાઇવાનમાં સિંશું શહેર
અને દક્ષિણ કોરિયાના ગ્યોંગી શહેરની જેમ ભારતમાં સેમિકન્ડક્ટર હબ તરીકે સાણંદનો વિકાસ
થઇ રહ્યો છે.