• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

ખના પ્રવાસ પહેલાં બાંગ્લાદેશે મૂકી શરત ભારત શેખ હસીનાને સોંપે તો જ મુલાકાત શક્ય

ઢાકા, તા. 16 : બાંગ્લાદેશે તારીક રહેમાનની ભારત મુલાકાત પહેલા શરતો મૂકી છે. પડોશી દેશે શરત મૂકી છે કે, વડાપ્રધાન તારિક રહેમાનની ભારત મુલાકાત ત્યારે જ શક્ય છે જો ભારત ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને પ્રત્યાર્પણ કરે. ઢાકાએ ભારતને દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો અને મુલાકાત માટે અનુકૂળ વાતાવરણ બનાવવાનું કહી તાત્કાલિક નક્કર પગલાં લેવા વિનંતી કરી હતી.  બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના એક નિવેદન અનુસાર, બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનની ભારત મુલાકાત અંગે બંને દેશો વચ્ચે અઠવાડિયાથી વાટાઘાટો ચાલી રહી હતી, પરંત દિલ્હીમાં શેખ હસીનાની ખુલ્લી પત્રકાર પરિષદથી ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક