• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

અલ નીનોથી ચોમાસું નબળું ઃ હવે ઘટશે પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ

- શેરડી અને મકાઈના પાકની કમી અને કિંમતમાં ઉછાળાનાં કારણે ઈથેનોલ કાર્યક્રમને ફટકાની આશંકા

 

નવી દિલ્હી, તા. 5 ઃ ભારત સરકારને આયાતિત ક્રૂડ ઉપર નિર્ભર કરવા માટેના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને મોટો ઝટકો આપ્યો છે. ચાલુ વર્ષ ચોમાસુ વરસાદ છેલ્લા એક દશકમાં સૌથી ઓછો રહ્યો છે. અલ નીનોનાં કારણે વરસાદ સામાન્યથી 13 ટકા ઓછો રહ્યો છે. જેનાથી મકાઈ અને શેરડીના પાકને ગંભીર અસર પહોંચી છે. આ પાકની કમીના કારણે કિંમત રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે. આવી સ્થિતિમાં પેટ્રોલમાં ઈથેનોલની બ્લેન્ડિંગ (િમશ્રણ) પણ ઘટવાની પૂરી સંભાવના છે.

મકાઈ અને ખાંડની કિંમત લગભગ 40 ટકા વધી છે અને ચોખાની કિંમતમાં 20 ટકાનો વધારો થયો છે. રિટેલ ખાધ્ય ફુગાવો સપ્ટેમ્બરમાં 7.74 ટકા પહોંચ્યો હતો, જે અગાઉના મહિને 5.97 ટકા હતો. આ પરિસ્થિતિમાં સરકારે ખાંડ અને મકાઈના ઉપયોગ ઉપર અંકુશ મૂક્યો છે. જેથી ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.પરિણામે પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણનું પ્રમાણ વર્તમાન 20 ટકાથી ઘટીને 15 ટકાએ આવી શકે છે.

પીએમ મોદીની ઊર્જા સુરક્ષા યોજનાનો મહત્ત્વનો હિસ્સો ઈ-20 કાર્યક્રમ રહ્યો છે. જેમાં પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ભેળવવામાં આવે છે. સરકારના આંકડા અનુસાર 2014થી અત્યારસુધીમાં કાર્યક્રમ પાછળ બે ટ્રિલિયન એટલે કે 21.2 અબજ ડોલરની ક્રૂડ આયાતની પડતર બચાવી છે. 20 ટકા બ્લેન્ડિંગ દરે વાર્ષિક બચત 430 અબજ રૂપિયા આંકવામાં આવી હતી. ભારતે આ લક્ષ્ય નિર્ધારિત સમયનાં પાંચ વર્ષ પહેલાં જ પાર પાડÎું હતું. જો કે હવે પાકની કમીનાં કારણે ઉપલબ્ધિ ઉપર અસર પડશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક