ઈઝરાયલના રાષ્ટ્રપતિએ
પીએમ પદના ઉમેદવાર મુદ્દે શરૂ કરી ચર્ચા વિચારણા
નવી દિલ્હી,
તા. 5 ઃ ઈઝરાયલમાં સંસદીય ચૂંટણીનું પરિણામ સામે આવી ચૂક્યું છે અને
નવી સરકાર બનાવવાની દોડ શરૂ થઈ છે. ઈઝરાયલની કેન્દ્રીય ચૂંટણી કમિટીએ 27 ઓક્ટોબરની સામાન્ય ચૂંટણીનાં પરિણામની સત્તાવાર પુષ્ટિ કરી
છે અને રાષ્ટ્રપતિને પરિણામ સોંપી દેવાયું છે. રાષ્ટ્રપતિ દ્વારા પણ પરિણામ સ્વીકારી
લેવાયું છે. આ સાથે કમિટીને ચૂંટણીમાં ગડબડના કોઈ પુરાવા મળ્યા નથી. જેનો દાવો પીએમ
બેન્જામિન નેતન્યાહુની લિકુડ પાર્ટીએ કર્યો હતો. આ સાથે જ હવે પીએમ પદે નેતન્યાહુ અને
આઇઝેનકોટનાં નામ ઉપર રાષ્ટ્રપતિ દ્વારા વાતચીત શરૂ કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ દ્વારા
સરકાર બનાવવા માટે ઉમેદવારની પસંદગી પહેલા બ્લોકના નેતાઓ સાથે ચર્ચાવિચારણા શરૂ કરવામાં
આવી છે. નેતન્યાહુનાં નેતૃત્વનાં સંગઠને 53 સીટ જીતી છે જ્યારે આઇઝેનકોટનાં ગઠબંધનને 48 સીટ મળી છે. આ ઉપરાંત અરબ નેતૃત્વની પાર્ટીએ 19 સીટ ઉપર કબજો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાષ્ટ્રપતિનાં
કાર્યાલયમાં વાતચીતની શરૂઆત થઈ છે. યેશ પાર્ટીના ચીફ આઇઝેનકોટ પોતાની સરકાર બનાવવાનો
દાવો કરી શકે છે. બીજી તરફ નેતન્યાહુનાં સમર્થનમાં પાંચ પાર્ટીમાંથી ચાર તેમની સાથે
રહે તેવી સંભાવના છે. આ ચાર દળને કુલ 46 સીટ મળી છે. આ ઉપરાંત ત્રણ પાર્ટી એવી છે જેણે પોતાનો નિર્ણય
વ્યક્ત કર્યો નથી. આ પક્ષમાં અરબના નેતૃત્વની રામ, જોઇન્ટ લિસ્ટ અને યુજેટી સામેલ છે. યુજેટી નેતન્યાહુને સમર્થન
આપે તેવી સંભાવના વધારે છે.