• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

ચૂંટણી પરાજય પછી ભારતીય કંપનીઓ ઉપર તૂટી પડÎું ટ્રમ્પ પ્રશાસન

- ભારતીય કારોબારી દંપતી અને તેનાં કથિત નેટવર્ક ઉપર ધોંસ બોલાવતા પ્રતિબંધો લાદ્યા

 

નવીદિલ્હી,તા.પઃ મધ્યસત્ર ચૂંટણીમાં કંગાળ પ્રદર્શન સાથે પરાજય વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત ઉપર સકંજો કસવા માંડÎો છે. અમેરિકાએ એક ભારતીય કારોબારી, તેની પત્ની અને ભારતમાં નવ કંપનીઓ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. તેનાં ઉપર ઈરાનનાં ઓઈલ કારોબાર મૂકવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી બચવામાં મદદ કરવાનો આરોપ છે.

અમેરિકી નાણા મંત્રાલયનાં જણાવ્Îા અનુસાર આ આખું નેટવર્ક સમુદ્રી છેતરપિંડીથી ઈરાનને પ્રતિબંધિત ઓઈલનો કારોબાર જારી રાખવામાં મદદ કરતું હતું. અમેરિકી સરકારે આને એક મોટું અપરાધિક નેટવર્ક ગણાવ્યું છે.

ભારતીય કારોબારી સુનીલ કુમાર શર્મા અને તેની પત્ની જસપ્રીત પ્રીતિ શાહિદને આ નેટવર્કનાં કથિત સંચાલક ગણાવવામાં આવ્યા છે. તેમનાં ઉપર આરોપ છે કે, બન્નેએ જહાજો માટે બનાવટી સમુદ્રી નોંધણી અને ઝંડા સાથે જોડાયેલા પ્રમાણપત્રો તૈયાર કરાવ્યા હતાં, જેથી ઈરાનનું ઓઈલ લઈ જતાં જહાજો આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં પોતાની કામગીરી ચાલુ રાખી શકે.

ટ્રમ્પ પ્રશાસને ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ હેઠળ આ કાર્યવાહી કરી હતી. તેનો હેતુ ઈરાનનાં ઓઈલ વેચાણ અને અન્ય આર્થિક હિલચાલથી કમાણી રોકવાનો હતો. સુનીલ અને તેની પત્ની ચંદીગઢથી આ નેટવર્ક ચલાવતા હતાં. આ નેટવર્કમાં વેબસાઈટો બનાવવામાં આવી હતી અને તેનાં માધ્યમથી જહાજોની નોંધણી, સમુદ્રી ઝંડા અને નાવિકોને તાલીમ સહિતની સેવાઓ પ્રદાન કરાતી હતી. જો કે સંબંધિત દેશોએ આ સેવાઓ માટે તેને કોઈ અનુમતિ આપેલી નહોતી. આ છેતરપિંડીની શરૂઆત 2014થી કરવામાં આવી હતી અને તે સમયે ભારતીય દંપતીએ કેરેબિયન દેશ ડોમિનિકાનાં સમુદ્રી ઝંડાની ઓથોરિટી તરીકે પોતાને પેશ કરવાની કોશિશ કરી હતી. જે દેશોનાં નામે નકલી સુમદ્રી નોંધણી ચલાવવામાં આવતી હતી તેમાં અરુબા, ગુયાના, માલી, મોઝાંબિકા, મલાવી, સિંટ માર્ટેન અને તિમોર-લેસ્તેનો સમાવેશ થાય છે.

જે નવ ભારતીય કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં ઓશનિક ટેકનોલોજીસ ઈન્ડિયા, આર્યાવર્ત શિપ મેનેજમેન્ટ, પ્રિસેટ્ટ ટ્રેડસ, પોલીનેશિયા મેરીટાઈમ, એલેક્સાર્યા ફિનસર્વ, એલેક્સાર્યા મીડિયા એન્ડ એન્ટરટેઈન્મેન્ટ, વિહારાબોટિંગ અને આર્યાવર્ત મેરીટાઈમ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સમાવેશ થાય છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક