• સોમવાર, 02 માર્ચ, 2026

વિકસિત ભારતના મંત્રને ચરિતાર્થ કરતો રાજકોટનો વિકાસ..!


શહેરમાં નવા બ્રિજ, આવાસો, રસ્તાઓ તેમજ વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પૂરપાટ ઝડપે નિર્માણ : નવા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ‘લાયન સફારી પાર્ક’ સહિતની સુવિધાઓની ભેટ પણ મળશે

 

ગાંધીનગર તા. 1 : રંગીલું રાજકોટ વિકાસની દોડમાં આગેકૂચ કરી રહ્યું છે. અટલ સરોવર, એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, વિવિધ ફ્લાયઓવર સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પો થકી રાજકોટની કાયપલટ થઈ છે અને શહેરીજનોની સુખાકારીમાં વધારો થયો છે. હાલ શહેરમાં નવા બ્રિજ, આવાસો, રસ્તાઓ તેમજ વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પૂરપાટ ઝડપે નિર્માણ થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં પણ રાજકોટવાસીઓને નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ફિલ્ટર પ્લાન્ટ અને લાયન સફારી પાર્ક જેવી સુવિધાઓની ભેટ મળવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના મંત્રને રાજકોટ વિકાસ ચરિતાર્થ કરી રહ્યો છે.

આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

મ્યુનિ.તંત્ર દ્વારા શહેરના વોર્ડ નં.17 માં આંતરરાષ્ટ્રીય કક્ષાનું આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઓલિમ્પિક્સ તથા કોમનવેલ્થ ગેમ્સની રમતોને ધ્યાનમાં રાખીને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની આંતરરાષ્ટ્રીય કક્ષાની ડિઝાઇન અને સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. આ કોમ્પ્લેક્સ તૈયાર થયા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેલાડીઓને ઉચ્ચ કક્ષાની તાલીમ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પર્ધાત્મક વાતાવરણ ઉપલબ્ધ થશે.

આવાસોની સુવિધા

શહેરના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ઓછી કિમતે ઘરનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.119 કરોડથી વધુના ખર્ચે રેલનગર વિસ્તારમાં ઊઠજ- ઈંઈં પ્રકારના 1010 આવાસોની કામગીરી પૂર્ણતાના આરે છે. આવાસ યોજનામાં રૂફટોપ સોલાર સિસ્ટમ, પાણીની લાઈન, ડ્રેનેજ સિસ્ટમ, ગેસ પાઈપ લાઈન, ઓટો ડોર લિફ્ટ, રેઇન વોટર હાર્વેસ્ટિગ, ઓટો ઉઋ જનરેટર સેટ્સ, ફાયર ટેંક તથા ફૂલપ્રૂફ ફાયર સિસ્ટમ, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધાઓ આપવામાં

આવી છે.

કન્વેન્શન સેન્ટર, વર્કિંગ

વુમેન હોસ્ટેલ

રાજકોટ એ સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક હબ પણ છે. ઓટો એન્જિનિયારિંગ સહિત અનેક ક્ષેત્રે ખજખઊ ઉદ્યોગોની આગવી ભૂમિકા રહેલી છે. રાજકોટના આંગણે આગામી સમયમાં આધુનિક કન્વેન્શન સેન્ટરના નિર્માણ માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સ્માર્ટ સીટી વિસ્તાર ખાતે અત્યાધુનિક વર્કિગ વિમેન હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે, જેના માટે રૂ.49 કરોડની રકમ ફાળવવામાં

આવી છે. આ હોસ્ટેલ

નિર્માણની કામગીરી અત્યારે પ્રગતિમાં છે.

ફિલ્ટર પ્લાન્ટ- પમ્પિંગ

સ્ટેશનની સુવિધાઓ

રાજકોટના વિસ્તરણ સાથોસાથ પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા માટે ન્યારા ખાતે 50 ખકઉ ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનું આયોજન કરાયું છે જેના માટે  આ વિસ્તારમાં 342.72 લાખ લીટરની ક્ષમતાનો અન્ડરગ્રાઉન્ડ સંપ (અંડરગ્રાઉન્ટ સ્ટોરેજ સુવિધા) તેમજ પમ્પહાઉસની કામગીરી ચાલુ છે. તે સિવાય માધાપર વિસ્તારમાં 31.75 કરોડના ખર્ચે 24.19 ખકનો ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોયર (જમીન પર પાણી સંગ્રહ  માટેની ટાંકી) અને 3 ખકનો એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર (ઉંચાઇ પર પાણીની ટાંકી)ની સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે અને પમ્પિગ સ્ટેશનની કામગીરી

શરૂ છે. 

આકર્ષણનું કેન્દ્ર બનશે

લાયન સફારી પાર્ક

રાજકોટવાસીઓને સિંહ જોવા માટે હવે સાસણગીર સુધી લાંબુ થવું નહીં પડે. શહેરના પ્રવાસન વિકાસ તથા પ્રાકૃતિક પર્યાવરણના સંરક્ષણને ધ્યાને રાખીને મનપા દ્વારા લાયન સફારી પાર્ક પ્રોજેક્ટની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં કમ્પાઉન્ડ વોલ, પ્રાણીઓ તથા મુલાકાતીઓની સલામતીને ધ્યાનમાં રાખી 5 મીટર ઊંચાઈની ચેઇનલીંક ફેન્સિંગ દિવાલની કામગીરી, પ્રાણીઓ માટે આવશ્યક સુવિધાઓ પૂરું પાડવા હેતુથી નાઇટ શેલ્ટર, પાર્કના આંતરિક વિસ્તારમાં સરળ અવરજવર માટે ઇન્ટરનલ રોડ બનાવવાની કામગીરી તેમજ પાર્ક વિસ્તારની બહાર ઇન્સ્પેકશન રોડનું બાંધકામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક