• સોમવાર, 02 માર્ચ, 2026

સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં : એક્સરે વિભાગના કર્મચારીએ દર્દી સાથે કર્યું ગેરવર્તન


રાજકોટ,તા.1 : વારંવાર વિવાદોના વંટોળોમાં ફસાતી સિવિલ હોસ્પિટલના કર્મચારીએ દર્દી સાથે આડોળાઈ કરતા ફરી વખત વિવાદમાં આવી છે. એક્સરે વિભાગના કર્મચારીએ વાલા દવલાની નીતિ અપનાવતા કલાકોથી કતારમાં ઉભેલા દર્દીઓએ હોબાળો મચાવ્યો હતો ત્યારે લાજવાને બદલે ગાજેલા સિવિલના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો થયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પીટલના એક્સરે વિભાગ બહાર  કલાકોથી લાઈનમાં ઉભેલા એક દર્દીએ હોબાળો મચાવ્યો  હતો કારણ કે કણસતા દર્દીઓ સાથે  કલાકો સુધી એક્સરે કરાવા માટે લાઈનમાં ઉભા રહ્યા બાદ એક્ષરે વિભાગના અધિકારીના કોઈ જાણીતા વ્યક્તિ આવતા તેને લાઇનમાં ઉભા રહ્યા વગર સીધો વારો લઇ લેવામાં આવ્યો હતો વધુમાં દર્દીના સગાએ જણાવ્યું હતુકે જયારે આ બાબતે લાગતા વળગતા અધિકારી સાથે વાત કરતા લાજવાને બદલે ગાજેલા અધિકારીએ જવાબ આપતા કહ્યું હતુકે તમારે એક્સરે કરવો હોઈ તો કરાવો નહીતર ફાઈલ ઉપાડીને રવાના થાવ આવા ઉડાઉ જવાબ મળતા દર્દીના સ્વજનોએ સિવિલના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરતા તેને હાથ ખંખેરી નાખતા ત્યાં ઉભેલા તમામ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. દર્દીના સ્વજનોએ ન્યાય માટે વલખા માર્યા

બાદ અંતે નીંભર તંત્ર સામે અનેક આક્ષેપો કરી અંતે હથિયાર હેઠા મુક્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક