બ્રિજટાઉન,
તા.11 : કપ્તાન જોસ બટલરની 6 છક્કા અને 8 ચોક્કાથી 4પ દડામાં 83 રનની આતશી ઇનિંગની
મદદથી વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધના બીજા ટી-20 મેચમાં ઇંગ્લેન્ડનો 31 દડા બાકી રહેતા 7 વિકેટે
વિજય થયો હતો. પાંચ મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડ 2-0થી આગળ થયું છે. 1પ9 રનનો વિજય લક્ષ્યાંક
ઇંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવીને 14.પ ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. બટલરે તેની ઇનિંગ દરમિયાન
આ વર્ષોનો સૌથી લાંબો 11પ મીટરનો છક્કો ફટકાર્યો હતો.
ઇંગ્લેન્ડની
શરૂઆત સારી રહી ન હતી. પહેલા મેચમાં સદી કરનાર ફિલ સોલ્ટ ગોલ્ડન ડક થયો હતો. આ પછી
કપ્તાન બટલરે આક્રમક બેટિંગ કરી વિન્ડિઝ બોલરો પર હલ્લાબોલ કર્યું હતું. વિલ જેકે
38 અને લિવિંગસ્ટોને અણનમ 23 રન કર્યા હતા.
આ પહેલાં
વેસ્ટ ઇન્ડિઝ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 1પ8 રને અટકી હતી. જેમાં કપ્તાન રોવમેન પોવેલના
43 રન મુખ્ય હતા. રોમારિયો શેફર્ડે 22 રન કર્યા હતા. નિકોલસ પૂરન (14), એવિન લૂઇસ (8)
અને બ્રાંડેન કિંગ (1) નિષ્ફળ રહ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી શકીબ મહમૂદ, લિવિંગસ્ટોન
અને ડેન મોસલીએ 2-2 વિકેટ લીધી હતી.