મેચ રાત્રે 8-30થી શરૂ થશે
સેન્ચૂરિયન,
તા.12: અહીંના સુપરસ્પોર્ટસ પાર્ક પર બુધવારે રમાનાર ત્રીજા ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકા
વિરુદ્ધ જીતના મક્કમ ઇરાદે ટીમ ઇન્ડિયા ઉતરશે. 4 મેચની શ્રેણી હાલ 1-1ની બરાબરી પર
છે. આ મેચની વિજેતા ટીમ પાસે 2-1ની અતૂટ સરસાઇ બની જશે. બન્ને ટીમ પાસે શ્રેણી જીતની
તક છે. આફ્રિકાએ બીજા મેચમાં વાપસી કરી જીત મેળવી હતી. આથી એડન માર્કરમની ટીમનું મનોબળ
વધ્યું છે. બીજી તરફ સૂર્યકુમાર યાદવની ટીમ પાછલા મેચના ખરાબ બેટિંગ પ્રદર્શનને ભૂલવા
માગશે. ત્રીજા મેચમાં ભારતીય ઇલેવનમાં ઓપનર અભિષેક શર્માના સ્થાને ઓલરાઉન્ડર રમનદીપને
તક મળી શકે છે. જ્યારે બોલિંગ વિભાગમાં આવેશખાનના સ્થાને યશ દયાલનો સમાવેશ થઇ શકે છે.
ભારતને
ફરી એકવાર સંજૂ સેમસન પાસેથી સારી શરૂઆતની આશા રહેશે. પહેલા મેચમાં 10 છકકાથી આતશી
સદી ફટકાર્યાં બાદ બીજા મેચમાં તે ઝીરોમાં આઉટ થયો હતો. સંજૂ અને કપ્તાન સૂર્યની વિકેટ
બાદ ભારતની ઇનિંગ સ્થિર બની શકી ન હતી અને 20 ઓવરમાં 6 વિકેટે 124 રન કરી શકી હતી.
બાદમાં વરૂણના ચ્રકવાત (17 રનમાં પ વિકેટ)થી ભારતે કસોકસની ટકકર આપી હતી. અંતમાં ટ્રિસ્ટન
સ્ટબ્સ અને કોએત્જીએ આફ્રિકાને 3 વિકેટે જીત અપાવી હતી. સંજૂ અને કપ્તાન સૂર્યાની ઇનિંગ
ભારત માટે મહત્ત્વની બની રહેશે.
સુપરસ્પોર્ટસ
પાર્કની પીચ મોટાભાગે બેટધરોને મદદ કરે છે. આથી ટોસ જીતનાર ટીમ બેટિંગ પસંદ કરી 200
આસપાસનો સ્કોર કરવા માગશે. મેચ બુધવારે રાત્રે 8-30થી
શરૂ
થશે.