• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

મેલબોર્ન સ્ટેડિયમમાં દર્શકો ઉમટી પડયા: 87 વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો

મેલબોર્ન, તા.30: મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) પર દર્શક સંખ્યાનો રેકોર્ડ તૂટયો છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના ચોથા અને બોક્સિંગ ડે ટેસ્ટમાં પાંચ દિવસની રમત દરમિયાન કુલ 3પ0700 દર્શકો એમસીજી સ્ટેડિયમમાં ઉમટી પડયા હતા. આજે મેચના પાંચમા અને આખરી દિવસે સ્ટેડિયમમાં પ1371 દર્શક હાજર રહ્યા હતા. અગાઉ એશિઝ સિરીઝ વખતે વર્ષ 1937માં કુલ 3પ0પ34 દર્શકોની ઉપસ્થિતિ નોંધાઇ હતી.

એમસીજી પર બોક્સિંગ ડે ટેસ્ટના પહેલા દિવસે 87242 દર્શક, બીજા દિવસે 8પ147, ત્રીજા દિવસે 83073, ચોથા દિવસે 43867 અને આજે પાંચમા દિવસે પ1371 દર્શકો સ્ટેડિયમમાં ઉમટી પડયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક