• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

કપ્તાન રોહિત શર્માનો સ્વીકાર સંઘર્ષ કરી શક્યા નહીં : આ હાર માનસિક રીતે કઠિન

પંતે ટીમની જરૂરિયાત મુજબ રમતા શિખવું પડશે તેવી કપ્તાનની ટકોર

મેલબોર્ન, તા.30: ભારતીય કપ્તાન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયાના હાથે ચોથા ટેસ્ટની 184 રનની હારને માનસિક રીતે પરેશાન કરનારી ગણાવતા સ્વીકાર્યું કે તેની ટીમ આ મેચમાં સંઘર્ષ કરવાનો જુસ્સો બતાવી શકી નહીં. બોક્સિંગ ડે ટેસ્ટની કારમી હાર બાદની પત્રકાર પરિષદમાં કપ્તાન શર્માએ ખુદના ખરાબ ફોર્મની અસર ટીમ પર થતી હોવાનું પણ સ્વીકાર્યું હતું અને ઋષભ પંતને સંયમ સાથે રમવાની જરૂર હોવાની ટકોર કરી હતી.

ઋષભ પંતના આઉટ થવા પરના સવાલ પર કપ્તાન શર્માએ જણાવ્યું કે આજે તે કઇ રીતે આઉટ થયો તેની અમે ચર્ચા કરી નથી. અમે મેચ હારી ગયા છીએ. તે સચ્ચાઇ છે. બધા આથી નિરાશ છે. ઋષભ પંતે સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે કે ટીમની જરૂરિયાત શું છે. અમે તેને કાંઇ કહીએ તેના કરતા તે ખુદ સમજી લે તે વધુ જરૂરી છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ચાના સમય બાદ પંત ફરી એકવાર ખરાબ શોટ મારી આઉટ થયો હતો અને ઓસ્ટ્રેલિયા માટે જીતના દરવાજા ખુલી ગયા હતા.

યશસ્વી જયસ્વાલના વિવાદાસ્પદ ડીઆરએસ નિર્ણય પર રોહિતે કહ્યંy કે આવા નિર્ણયનો હંમેશાં ભારતીય ટીમ સામનો કરતી આવી છે. વાસ્તવમાં હું એ નથી જાણતો કે થર્ડ અમ્પાયરે કઇ રીતે આઉટ આપ્યો કારણ કે મશીનમાં કોઇ હરકત ન હતી. મને લાગે છે કે અમે થોડા દુર્ભાગ્યશાળી રહ્યા.

બુમરાહના વર્કલોડ પર રોહિતે કહ્યંy ઇમાનદારીથી કહું તો તે ઘણી બોલિંગ કરી રહ્યો છે. તે જિનિયસ બોલર છે. અમે તેનો થાક સમજી શકીએ છીએ. બુમરાહ આ શ્રેણીમાં 141.2 ઓવર કરી ચૂકયો છે અને આ દરમિયાન 30 વિકેટ લીધી છે. નીતિશ રેડ્ડીની પ્રશંસામાં કહ્યંy હું તેને ટીમ ઇન્ડિયાની ત્રણેય ફોર્મેટની ટીમમાં રમતો જોવા ઇચ્છું છું.

કપ્તાન રોહિતે જણાવ્યું કે અમને ખબર હતી કે આખરી દિવસે 340 રન કરવા આસાન નહીં રહે. અમે આખરી બે સત્રમાં વિકેટ બચાવવાની કોશિશ કરી, પણ તેમની બોલિંગ શાનદાર રહી.

ઇ-પેપરના નવા શુલ્ક