• બુધવાર, 12 માર્ચ, 2025

ગુજરાત ટાઇટન્સ ટીમનું નામ બદલાશે: ટોરેંટ ગ્રુપ મોટો હિસ્સો ખરીદશે

IPL ગવર્નિંગ કાઉન્સિલની સ્વીકૃતિ બાદ જાહેરાત

અમદાવાદ, તા.11: અહીંના ટોચના ઉદ્યોગ સમૂહ ટોરેંટ ગ્રુપ દ્વારા આઇપીએલ ફ્રેંચાઈઝી ગુજરાત ટાઇટન્સનો મોટો હિસ્સો ખરીદવામાં આવશે. જો કે આ ડિલ પર હજુ સુધી બન્ને પક્ષે કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. જાણકારી મુજબ ટોરેંટ ગ્રુપ ગુજરાત ટાઇટન્સ ટીમની હાલની માલિક સીવીટી કેપિટલ્સ પાર્ટનર્સમાં 67 ટકાની હિસ્સેદારી ખરીદ કરશે. જો કે હજુ સુધી કોઇ ડિટેલ્સ બહાર આવી નથી. આ ડિલની અંતિમ સ્વીકૃતિ આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલ આપશે. જો સ્વીકૃતિ મળી જશે આઇપીએલની નવી સીઝન જે માર્ચમાં શરૂ થવાની છે. તેમાં ગુજરાત ટાઈટન્સ ટીમનું સંચાલન અને માલિક ટોરેંટ ગ્રુપ બની જશે. ટીમનું નામ પણ બદલીને ગુજરાત ટાઇટન્સના સ્થાને ગુજરાત વાઇબ્રન્ટ અથવા ગુજરાત કેપિટલ થઇ શકે છે. રિપોર્ટ અનુસાર ટોરેંટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતાના પુત્ર જિનલ મહેતા આઇપીએલ ટીમનું કામકાજ સંભાળશે.

ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ કંપનીએ ગુજરાત ટાઇટન્સ ફેંચાઇઝી પ62પ કરોડ રૂપિયાની બોલી લગાવી ખરીદી હતી. આ ટીમે 2022માં પોતાની પહેલી સીઝનમાં જ આઇપીએલનો ખિતાબ જીત્યો હતો. 2023માં ઉપવિજેતા રહી હતી અને 2024માં આઠમા સ્થાને ફેંકાઇ હતી.

2022માં જયારે બે ટીમની બોલી લાગી હતી ત્યારે ટોરેંટ ગ્રુપ દ્વારા અમદાવાદ માટે 46પ3 કરોડની બોલી અને લખનઉ માટે 43પ6 કરોડની બોલીનું ટેન્ડર બિડ કરાયું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025