• ગુરુવાર, 13 માર્ચ, 2025

WPL નોકઆઉટ રાઉન્ડની લાઇન અપ ફિક્સ આજે મુંબઇ-ગુજરાત વચ્ચે એલિમિનેટર મેચ વિજેતા ટીમ શનિવારે દિલ્હી વિરુદ્ધ ફાઇનલમાં ટકરાશે

મુંબઇ, તા.12: વીમેંસ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ના નોકઆઉટ રાઉન્ડની લાઇન અપ ફિક્સ થઇ ગઇ છે. ગઇકાલના મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ સામેના આખરી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમનો વિજય થયો હતો. ગત સીઝનની ચેમ્પિયન ટીમ આરસીબી ટીમ પહેલેથી જ નોકઆઉટ રાઉન્ડમાંથી બહાર થઇ હતી. મુંબઇનો આખરી લીગ મેચમાં પરાજય થતાં તે સીધી ફાઇનલમાં પહોંચી શકી નથી. દિલ્હી કેપિટલ્સે ટોચ પર રહીને ફાઇનલમાં એન્ટ્રી કરી છે જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટસ વચ્ચે ગુરુવારે એલિમિનેટર મેચ રમાશે. આ મેચની વિજેતા ટીમ ફાઇનલમાં શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.

ડબ્લ્યૂપીએલના ગ્રુપ સ્ટેજના મેચ ખતમ થયા પછી દિલ્હી અને મુંબઇ ટીમ 8-8 મેચના અંતે પ-પ જીત સાથે 10-10 પોઇન્ટ સાથે એક સમાન સફળતા મેળવી હતી, પણ દિલ્હી ટીમને નેટ રન રેટ મુંબઇથી સારો હોવાથી તે પહેલા નંબર પર રહી ફાઇનલમાં પહોંચી છે. ગુજરાત જાયન્ટસે પહેલીવાર નોકઆઉટ રાઉન્ડમાં જગ્યા બનાવી છે. તેના ખાતમાં 4 જીત અને 8 પોઇન્ટ રહ્યા હતા. આરસીબી અને યૂપી વોરિયર્સ 6-6 અંક સાથે ચોથા-પાંચમા સ્થાને રહી નોકઆઉટ રાઉન્ડની બહાર થયા હતા.

ગઇકાલના મેચમાં આરસીબીના 3 વિકેટે 199 રનના જવાબમાં મુંબઇ ટીમના 9 વિકેટે 188 રન થયા હતા. આથી આરસીબીનો 11 રને પ્રોત્સાહક વિજય થયો હતો. આરસીબી કેપ્ટન સ્મૃતિ મંધાનાએ પ3, એલિસ પેરીએ 49 અને રીચા ઘોષે 36 રનની ઇનિંગ રમી હતી. મુંબઇ તરફથી નેટ સીવર બ્રંટે સર્વાધિક 69 રનની ઇનિંગ રમી હતી. 26 રનમાં 3 વિકેટ લેનાર સ્નેહ રાણા પ્લેયર ઓફ ધ મેચ બની હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ધ્રાંગધ્રાંમાં કાર્યપાલક ઈજનેર કચેરીના તત્કાલીન કલાર્ક વિરુધ્ધ રૂ. 36.39 લાખની અપ્રમાણસરની મિલ્કતનો ગુનો નોંધાયો March 13, Thu, 2025