• શનિવાર, 26 એપ્રિલ, 2025

KKRની છાવણીમાં છઈઇનો બોલર

નવી દિલ્હી, તા. 22 : આઈપીએલના પહેલા મુકાબલાની શરૂઆતે કેકેઆરના ડ્રેસિંગ રૂમમાં આરસીબીનો એક બોલર પહોંચી ગયો હતો. કેકેઆર તરફથી વીડિયો જારી કરવામાં આવ્યો છે. જેનું કેપ્શન આપવામાં આવ્યું છે કે ટીમ નવી દોસ્તી જૂની. આ બોલરનું નામ છે સુયશ શર્મા છે જે ગત સીઝનમાં કેકેઆર સાથે હતો. સુયશ શર્મા કેકેઆરના ડ્રેસિંગ રૂમમાં જુના સાથીદારોને મળતો જોવા મળી રહ્યો છે. આઈપીએલની નવી સીઝનની શરૂઆત કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કેકેઆર વિરુદ્ધ આરસીબીના મુકાબલાથી થવાની છે. સુયશ છેલ્લી બે સીઝનમાં કેકેઆરનો હિસ્સો હતો અને તેણે 2023મા 11 મેચમાં 10 વિકેટ લીધી હતી. જો કે 2024મા જાદુ ચાલ્યો નહોતો. બાદમાં કેકેઆરએ 2025ના મેગા ઓક્શનમાં તેને રિલિઝ કરી દીધો હતો. બાદમાં આરસીબીએ 2.60 કરોડમાં સુયશને પોતાની સાથે જોડયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક