વીવીએસ લક્ષ્મણ કમિટિમાં સદસ્યરૂપે
દુબઇ,
તા.14: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને ફરીથી આઇસીસી પુરુષ ક્રિકેટ કમિટીના
અધ્યક્ષ નિયુક્ત કરાયા છે જ્યારે વીવીએસ લક્ષ્મણ ફરીવાર કમિટીના સદસ્ય તરીકે છે. ગાંગુલી
વર્ષ 2021માં પહેલીવાર આઇસીસી ક્રિકેટ કમિટીના અધ્યક્ષ બન્યા હતા ત્યારે ગાંગુલીએ હમવતન
પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેનું સ્થાન લીધું હતું. સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ ઉપરાંત
આઇસીસી ક્રિકેટ કમિટીમાં વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ઓપનિંગ બેટસમેન ડેસમન્ડ હેન્સ, દ. આફ્રિકાના
વર્તમાન ટેસ્ટ અને વન ડે કપ્તાન તેંબા બાવૂમા, ઇંગ્લેન્ડના પૂર્વ બેટર જોનાથન ટ્રોટ
અને અફઘાનિસ્તાનના હામિદ હસન સામેલ છે. ગાંગુલીએ 2000થી 202પ દરમિયાન ટીમ ઇન્ડિયાનું
સુકાન સંભાળ્યું હતું.
આઇસીસીએ
અફઘાનિસ્તાનના મહિલા ક્રિકેટની મદદ માટે બીસીસીસીઆઈ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઇસીબી
સાથે હાથ મિલાવ્યા છે. આઇસીસી અધ્યક્ષ જય શાહે કહ્યંy છે અફઘાન મહિલા ક્રિકેટરોના ઉત્થાન
માટે કાર્ય થશે.