• મંગળવાર, 10 જૂન, 2025

ઇન્ડિયા A ટીમ 348 રને ઓલઆઉટ

મેચમાં વરસાદનું વિઘ્ન: ઇંગ્લેન્ડ લાયન્સ તરફથી ટોમ હેઝની અર્ધસદી

નોર્ટિગહામ, તા.7: ઇન્ડિયા એ ટીમ અને ઇંગ્લેન્ડ લાયન્સ વચ્ચેના બીજા ચાર દિવસીય બિન સત્તાવાર ટેસ્ટ મેચમાં વરસાદનું વિઘ્ન સર્જાયું હતું. બીજા દિવસે લંચ પછીની રમત અટકી ગઇ હતી. ઇન્ડિયા એ ટીમના 348 રનના જવાબમાં ઇંગ્લેન્ડ લાયન્સના 46 ઓવરમાં 3 વિકેટે 192 રન થયા હતા. તે હજુ 156 રન પાછળ છે. ટોમ હેઝ 88 દડામાં 9 ચોક્કાથી પ4 રને આઉટ થયો હતો. બેન મેક્કિનીએ 2પ રન કર્યા હતા. એમિલિયો ગે 46 રને અને જોર્ડન કોકસ 10 રને રમતમાં હતા. ઇન્ડિયા એ તરફથી તુષાર દેશપાંડે અને ખલિલ અહમદે 1-1 વિકેટ લીધી હતી.

આ પહેલા આજે મેચના બીજા દિવસે લંચ અગાઉ ભારતીય એ ટીમનો પ્રથમ દાવ 89.3 ઓવરમાં 348 રને સમાપ્ત થયો હતો. કેએલ રાહુલની સદી (116) અને વિકેટકીપર ધ્રુવ જુરેલની અર્ધસદી (પ2) પછી ભારતીય એ ટીમના નીચેના ક્રમના કોઇ બેટધર મોટી ઇનિંગ રમી શકયા ન હતા. નીતિશકુમાર રેડ્ડીએ 34, શાર્દુલ ઠાકુરે 19, તનુષ કોટિયને 1પ, અંશુલ કમ્બોજે 2, તુષાર દેશપાંડેએ 11 રન કર્યાં હતા. ખલિલ અહમદ 7 રને અણનમ રહ્યો હતો. ઈંગ્લેન્ડ લાયન્સ તરફથી ક્રિસ વોકસે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જોશ ટંગ અને જોર્જ હિલે 2-2 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક