• સોમવાર, 16 જૂન, 2025

દ.આફ્રિકા ટેસ્ટ ચેમ્પિયન : 27 વર્ષનો દુષ્કાળ ખતમ લોર્ડસના ઐતિહાસિક મેદાનમાં ઓસ્ટ્રેલિયાને પછાડી આફ્રિકી ટીમે જીત્યો ખિતાબી મુકાબલો

એડન માર્કરમની યાદગાર સદી : છેલ્લે 1998મા દ.આફ્રિકાએ જીતી હતી આઈસીસી ટ્રોફી

દક્ષિણ આફ્રિકા પહેલી વખત ક્રિકેટના કોઈ ફોર્મેટમાં બન્યું વિશ્વ ચેમ્પિયન

લંડન, તા. 14 : દક્ષિણ આફ્રિકાએ શનિવારે ઓસ્ટ્રેલિયાને હરાવીને આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી લીધો છે. દક્ષિણ આફ્રિકાને જીત માટે ઓસ્ટ્રેલિયાએ 282 રનનું લક્ષ્ય આપ્યું હતું. જેને દક્ષિણ આફ્રિકાએ એડન માર્કરમનની સદી અને કેપ્ટન ટેમ્બા બાઉમા સાથેની 147 રનની અત્યંત મહત્ત્વની ભાગીદારીના દમ ઉપર પાંચ વિકેટે પાર પાડયું હતું. દક્ષિણ આફ્રિકાએ 27 વર્ષ બાદ આઈસીસી ટ્રોફી જીતી છે. આ રીતે 27 વર્ષથી ચાલ્યો આવતો આઈસીસી ટ્રોફીનો દુષ્કાળ અંતે ખતમ થયો છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાએ 1998મા આઈસીસી ટ્રોફી જીતી હતી. લંડનના ઐતિહાસિક લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજીત ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાની પાંચ વિકેટે શાનદાર જીત થઈ છે. આ ખિતાબી મુકાબલામાં માર્કરમે યાદગાર સદી નોંધાવી હતી.

દક્ષિણ આફ્રિકાને મેચના ચોથા દિવસે પહેલા સેશનમાં કેપ્ટન ટેમ્બા બાઉમાના રૂપમાં ઝટકો લાગ્યો હતો. બાઉમા 134 બોલમાં 66 રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન પેટ કમિંસે તેને કેચ આઉટ કરાવ્યો હતો. એડન માર્કરમ અને ટેમ્બા બાઉમા વચ્ચે ત્રીજી વિકેટ માટે 250 બોલમાં 147 રનની મહત્વની ભાગીદારી થઈ હતી. જેના પરિણામે આફ્રિકાની જીત નિશ્ચિત થઈ હતી. ટ્રિસ્ટન સ્ટબ્સ 43 બોલમાં આઠ રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. સ્ટાર બેટ્સમેન એડન માર્કરમ 207 બોલમાં 136 રન કરીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ ગત ડબલ્યુટીસી ફાઈનલમાં ભારતને હરાવીને ખિતાબ જીત્યો હતો. જો કે આ વખતે ખિતાબી મુકાબલામાં હાર મળી છે.

દક્ષિણ આફ્રિકાનો 27 વર્ષ લાંબો આઈસીસી ટ્રોફીનો દુષ્કાળ પૂરો થયો છે. આ અગાઉ આફ્રિકાએ 1998મા ચેમ્પિયન્સ ટ્રોફીના નામે એકમાત્ર આઈસીસી ખિતાબ જીત્યો હતો. ડબલ્યુટીસી 2025ના ફાઈનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ પહેલા મુકાબલામાં 212 અને બીજા મુકાબલામાં 207 રન કર્યા હતા. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલા દાવમાં 138 રનમાં સમેટાઈ હતી. પહેલી ઈનિંગના આધારે ઓસ્ટ્રેલિયાને 74 રનની લીડ મળી હતી. આ રીતે દક્ષિણ આફ્રિકાને જીત માટે 282 રનનો પડકાર મળ્યો હતો.

ટાર્ગેટનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ બીજી ઈનિંગમાં 70ના સ્કોરે બે વિકેટ ગુમાવી દીધી હતી. અહિંયાથી એડન માર્કરમ અને કેપ્ટન ટેમ્બા બાઉમાએ ક્રીઝ ઉપર મજબુત ઈનિંગ શરૂ કરી હતી. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે 147 રનની ભાગીદારી થઈ હતી. જેનાથી દક્ષિણ આફ્રિકાનું કામ સરળ બન્યું હતું. આ ભાગીદારી દરમિયાન માર્કરમે 11 ચોગ્ગાની મદદથી 101 બોલમાં સદી પૂરી કરી હતી. આ માર્કરમના ટેસ્ટ કેરિયરની આઠમી સદી હતી. માર્કરમ એવો પહેલા દક્ષિણ આફ્રિકી બેટ્સમેન બન્યો છે. જેણે આઈસીસી ઈવેન્ટના  ફાઈનલમાં સદી કરી છે.

બીજી તરફ બાઉમા હેમસ્ટ્રિંગ ઈન્જરી છતાં સારી ઈનિંગ રમવામાં સફળ રહ્યો હતો. બાઉમાએ 134 બોલમાં 66 રન કર્યા હતા. જેમાં પાંચ ચોગ્ગા સામેલ હતા. સ્ટબ્સ ખાસ કરી શક્યો નહોતો અને 8 રને મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો. બાદમાં માર્કરમ અને ડેવિડ બેડિઘમ વચ્ચે પાંચમી વિકેટ માટે 35 રનની ભાગીદારી થઈ હતી. આફ્રિકાને જીત માટે છ રનની જરૂર હતી ત્યારે માર્કરમ આઉટ થયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજુલા પંથકની સગીરા ઉપર દુષ્કર્મ June 15, Sun, 2025