ઢાકા, તા.13: સ્પિન ઓલરાઉન્ડર મહેંદી હસન મિરાજ આવતા 12 મહિના માટે બાંગલાદેશની વન ડે ટીમનો નવો કેપ્ટન બન્યો છે. તે નઝમૂલ હસન શાંતોની જગ્યા લેશે. મહેંદીનો કાર્યકાળ આવતા મહિને શ્રીલંકા વિરુદ્ધની ત્રણ મેચની શ્રેણીથી શરૂ થશે. મહેંદી હસન મિરાજ વન ડે ટીમનો કપ્તાન નિયુક્ત થતાં બાંગલાદેશના ત્રણેય ફોર્મેટનું ત્રણ અલગ અલગ ખેલાડી નેતૃત્વ સંભાળશે.
નઝમૂલ
શાંતો હજુ પણ ટેસ્ટ ફોર્મેટનો કપ્તાન છે જ્યારે વિકેટકીપર લિટન દાસ ટી-20 ટીમનો સુકાની
છે. મહેંદી હસન મિરાજ બાંગલાદેશ તરફથી 10પ વન ડે રમી ચૂક્યો છે. તે આ ફોર્મેટમાં
1000 રન 100 વિકેટની ઉપલબ્ધિ હાંસલ કરનારો બાંગલાદેશનો ચોથો ખેલાડી છે.