• સોમવાર, 16 જૂન, 2025

ઈઝરાયલ પર 200 મિસાઈલ-ડ્રોનથી હુમલો

-ઈરાને એર ડિફેન્સ ભેદી તેલ અવીવને ધણધણાવ્યું, 3 મૃત્યુ, 150થી વધુને ઈજા

-ઈઝરાયલના હુમલામાં ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકો, લશ્કરી કમાન્ડરો સહિત 140થી વધુના મૃત્યુ, 350ને ઈજા 

-બન્ને દેશની એકબીજાને જોઈ લેવાની ધમકી :

3 ઈઝરાયલી એફ-35 તોડી પાડયાનો, બે પાયલટને જીવતા પકડયાનો ઈરાનનો દાવો

 

તેહરાન/તેલ અવીવ, તા.14 : દુનિયામાં વધુ એક યુદ્ધના મંડાણ સાથે ઈઝરાયલે સતત બીજા દિવસે ઈરાનને નિશાન બનાવી ભીષણ હવાઈ હુમલો કર્યો હતો. ઈઝરાયલના રાઈઝીંગ લાયન ઓપરેશનના પલટવારમાં ઈરાને ટ્રૂ પ્રોમિસ થ્રી નામથી ઓપરેશન છેડતાં શુક્રવાર રાતથી જ ઈઝરાયલ પર મિસાઈલો અને ડ્રોનથી હુમલા કર્યા હતા. ઈરાને ર00થી વધુ બેલેસ્ટિક મિસાઈલનો વરસાદ વરસાવ્યો જેમાંથી 6 મિસાઈલ ઈઝરાયલની એર ડિફેન્સને ભેદી તેલ અવીવમાં ખાબકી હતી. ઈઝરાયલના ટોચના નેતાઓને બંકરોમાં લઈ જવામાં આવ્યા છે.

ઈઝરાયલે જાહેર કર્યા અનુસાર ઈરાનના મિસાઈલ હુમલામાં એક મહિલા સહિત 3ના મૃત્યુ થયા છે અને 7 સૈનિક સહિત 1પ0થી વધુને ઈજા પહોંચી છે. ઈરાને ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલયને પણ નિશાન બનાવ્યું હતું. ઈઝરાયલે શુક્રવારે વહેલી સવારે પ:30 કલાકથી ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવી હવાઈ હુમલો કર્યો હતો. ઈઝરાયલના હવાઈ હુમલામાં ઈરાનના 6 પરમાણુ વૈજ્ઞાનિક, ર0થી વધુ લશ્કરી અધિકારી સહિત 140 જેટલા લોકોના મૃત્યુ થયા છે અને 3પ0થી વધુને ઈજા પહોંચી છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી કાટ્ઝે ઈરાનના હુમલા બાદ ધમકી આપી કે જો હુમલા ચાલુ રહ્યા તો તેહરાનને સળગાવી નાંખશે. ઈરાની તાનાશાહે પોતાના નાગરિકોને બંધક બનાવ્યા છે અને એવી સ્થિતિ ઉભી કરી રહ્યા છે જેની તેહરાન ભારે કિંમત ચૂકવશે. ઈરાને હુમલા વધાર્યા બાદ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂને સુરક્ષિત બંકરમાં ખસેડાયા છે.

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનેઈએ ચેતવણી આપી છે કે ઈરાનના ઈઝરાયલ પરના હુમલાની આડે કોઈ અમેરિકા, યુકે, ફ્રાંસ સહિત પશિચમી દેશ આવ્યા તો તેમના લશ્કરી મથકો તથા જહાજોને નિશાન બનાવવામાં આવશે. ઈરાને દાવો કર્યો છે કે તેના મિસાઈલ હુમલામાં ઈઝરાયલના અનેક શહેરોને નુકસાન થયું છે. એક મિસાઈલ સંરક્ષણ મંત્રાલયની ઈમારતને ટકરાઈ હતી. ઈરાને દાવો કર્યો છે કે 3 ઈઝરાયલી એફ-3પ વિમાન તોડી પાડવામાં આવ્યા છે અને બે પાયલટને જીવતાં પકડયા છે જ્યારે એક પાયલટ માર્યો ગયો છે.

-----------

અમેરિકાએ રવાના કર્યુ ડિસ્ટ્રોયર, લડાકુ વિમાનો સજ્જ

ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકા સક્રિય બન્યું છે. અમેરિકી નેવીના યૂએસએસ થોમસ હડનર નામના ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજને પશ્ચિમી મેડિટેરેનિયનના પુર્વ ભાગ તરફ રવાના કરાયું છે. સાથે લડાકૂ વિમાનોને સંભવિત કાર્યવાહી માટે સજ્જ કરાયા છે. ઈરાનને વળતાં હુમલામાં કાબૂ કરવા અમેરિકા ઈઝરાયલની વ્હારે આવી શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજુલા પંથકની સગીરા ઉપર દુષ્કર્મ June 15, Sun, 2025