• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

શ્રેયસ અય્યરના પુનરાગમનમાં વિલંબ ફિટનેસ ટેસ્ટ ક્લીયર કરી શક્યો નહીં

બેંગ્લુરુ, તા.30: ટીમ ઈન્ડિયાના લિમિટેડ ઓવર્સના બેટર શ્રેયસ અય્યરની વાપસીમાં વિલંબ થશે કારણ કે તેને બીસીસીઆઇ તરફથી ફિટનેસ કલીયરન્સ સર્ટિફિકેટ મળ્યું નથી. તે હજુ પૂરી રીતે ફિટ નથી. શ્રેયસ અય્યર હાલ બેંગ્લુરુ સ્થિત બીસીસીઆઇના સેન્ટર ઓફ એકસીલેંસીમાં રીહેબ કરી રહ્યો છે. જયાં તેનો ફિટેનસ ટેસ્ટ ગઇકાલે થયો હતો. જેમાં તેને પૂરતા પોઇન્ટ મળ્યા ન હતા. શ્રેયસ અય્યરનો ઇરાદો વિજય હઝારે ટ્રોફીમાં મુંબઇ તરફથી રમવાનો હતો, પણ હવે તેણે ઇંતઝાર કરવો પડશે. આથી તે ન્યુઝીલેન્ડ સામે 11 જાન્યુઆરીથી શરૂ થતી 3 મેચની વન ડે શ્રેણીની ભારતીય ટીમમાં પસંદ થશે નહીં. આ શ્રેણીની ટીમ એક-બે દિવસમાં જાહેર થવાની છે.

શ્રેયસ અય્યર ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. 2પ ઓક્ટોબરે સિડનીમાં રમાયેલા ત્રીજા વન ડે મેચ વખતે ફિલ્ડીંગ કરતી વખતે તેની પાંસળીમાં ઇજા થઇ હતી. આથી તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડયો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક