• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

ગિફ્ટ સિટીમાં દેશનું પ્રથમ ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઇઝેશન શરૂ થશે

મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી, પાંચ વર્ષ માટે 300 કરોડનું બજેટ : ગુજરાત અને ભારત સરકાર તથા ઉદ્યોગોની ભાગીદારીથી ઙઙઙ મોડલ પર ઈંઅઈંછઘ કાર્યરત કરાશે

1 જાન્યુઆરી 2026થી કાર્યરત થશે દેશનું અઈં કેન્દ્ર; ફાર્મા કંપનીઓના સહયોગથી સંશોધન અને વિકાસને મળશે વેગ

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ,તા.30 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ઉદ્યોગોની ભાગીદારીથી પી.પી.પી. મોડલ પર ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એ.આઈ. રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈંઅઈંછઘ)ની સ્થાપનાને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 1 જાન્યુઆરી 2026થી ઈંઅઈંછઘ કાર્યરત થશે અને આ રીતે પી.પી.પી. મોડલ પર અઈં રિસર્ચ સંસ્થા સ્થાપનારો ગુજરાત દેશનો પ્રથમ રાજ્ય બનશે.

આ ઇન્ડિયન અઈં રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની રચના કંપની અધિનિયમ 2013ની કલમ 8 અન્વયે નોન પ્રોફિટ માકિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે પ્રથમ 5 વર્ષ માટે અંદાજે 300 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા ખાનગી ભાગીદાર ત્રણેયનું 33.33 ટકા યોગદાન રહેશે. ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ પણ ઇન્ડિયન અઈં રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈંઅઈંછઘ) માટે એન્કર ખાનગી ભાગીદાર તરીકે જોડાયું છે અને 2025-26ના વર્ષ માટે 25 કરોડનું યોગદાન આપવાનું છે. આ ઈંઙઅમાં સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા જેવી           કંપનીઓ સહિત 23 જેટલી અગ્રણી ફાર્મા કંપનીઓનો સમાવેશ થાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને અન્ય સેવાઓમાં પરિવર્તનકારી સુધારાઓથી લાખો લોકોના જીવનને વધુ સરળ બનાવીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની ગતિ વેગવાન બનાવવા રાજ્ય સરકારે અઈં ટાસ્કફોર્સની રચના પણ કરી છે. એ દિશામાં આગળ વધતા હવે ઈંઅઈંછઘને અઈં માટે મલ્ટી ડિસિપ્લિનરી હબ બનાવવાની નેમ રાખવામાં આવી છે. ગુજરાતની આ પહેલ અઈં માટે કુશળ અને ભવિષ્યનું માનવ સંસાધન બળ તૈયાર કરવા સાથોસાથ અઈં સેક્ટરમાં ભારતને ગ્લોબલ કોમ્પિટિટિવ લીડર તરીકે પ્રસ્થાપિત કરશે અને ઇમર્જિંગ ટેકનોલોજી ઇનોવેશન માટે ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બનાવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક