• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

સૌરાષ્ટ્ર-કચ્છ વાઈબ્રન્ટનું 11મીએ વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.30 : રાજકોટમાં જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહ દરમિયાન યોજાવા જઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઔદ્યોગિક અને વ્યાવસાયિક વિકાસને નવી ઉડાન મળે તેવી આશા સેવાઈ રહી છે. ઉદ્યોગકારો અને વેપારીઓમાં આ સમિટને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છની રિજનલ વાઈબ્રન્ટનું ઉદ્ઘાટન તા.11ને રવિવારે વડાપ્રધાનના હસ્તે કરવામાં આવનાર હોવાનું સત્તાવાર જાહેર કરાયું છે.  રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે આગામી તા.11 અને   12 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર-કચ્છની રિજનલ વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ યોજાશે. રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત વ્યાપાર ઉદ્યોગ માટે આયોજિત ઇવેન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયા અને પ્રભારી મંત્રી જીતુ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ઉપરાંત ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કેડિલા હેલ્થ કેરના પંકજ પટેલ, ટોરન્ટ ફાર્માસ્યુટીકલના સુધીર મેહતા, જ્યોતી સીએનસીના પરાક્રમાસિંહ જાડેજા, બાલાજી વેફર્સના ચંદુભાઈ વીરાણી સહિત સૌરાષ્ટ્ર-કચ્છના નામાંકિત ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિતિ રહેશે તેમ જાણવા મળ્યું છે.

રાજ્ય સરકારે પ્રથમ વખત સૌરાષ્ટ્ર-કચ્છ માટે આ રિજિયનલ સમિટનું આયોજન કર્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સિરામિક, એન્જિનિયારિંગ, પોર્ટ, લોજિસ્ટિક્સ, પેટ્રોકેમિકલ, કૃષિ અને ફૂડ પ્રોસાસિંગ, મિનરલ્ઝ, વિંડ એનડ એનર્જી, સ્કીલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટ અપ, એમ.એસ.એમ.ઈ. તથા ટૂરિઝમ સહિતના ક્ષેત્રમાં અદ્ભુત અને વિશાળ તકો છે. તેથી બે દિવસ માટે આ તમામ અને અનેક નવા વિષયો પર સેમિનાર યોજશે. વેપાર અને ઉદ્યોગ માટે સરળતા રહે તેથી ઓન સ્પોટ માહિતી મળે તેવી વ્યવસ્થા કરાશે.

તા.11ના કાર્યક્રમો

તા.11 જાન્યુઆરીએ સવારે 11થી બપોરે 1:30 વાગ્યા સુધી વિવિધ વિષયો ઉપર સેમિનાર યોજાશે. જેમાં ગ્રીન ડેટા સેન્ટર, પાવારિંગ સસ્ટેનેબલ ડિજિટલ ગ્રોથ, સિરામિક એજ ઈન્ડિયા, ક્વોલિટી અને ગ્લોબલ કોમ્પિટિશન, સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજિયન માટે આર્થિક ગ્રોથ માસ્ટર પ્લાન, ટેકસટાઈલ ઉદ્યોગમાં ઊભરતી તકો, ગુજરાત 2047: બ્લુ ઈકોનોમીની અમૂલ્ય તકો તેમજ ગુણવતા ચક્રો ભારત દેશ માટે વિશ્વકક્ષાની શ્રેષ્ઠ ક્વોલિટી પ્રોડટ બનાવવા સહિતના સેમિનારો યોજાશે. ઉપરાંત જાપાન દેશનો સેમિનાર યોજાશે, જેમાં શિપ બિલ્ડિંગના વિકાસ માટે પોલિસી સેમિનાર, મેન્યુફેક્ચારિંગમાં ગુજરાત : મશીન ટૂલ્સ અને એન્જિનિયારિંગ, એકસપોર્ટ્સ પર વિશેષ સેમિનાર, જેમ્સ એન્ડ જવેલરી, સૌરાષ્ટ્ર-કચ્છનું આધ્યાત્મિક અને કોસ્ટલ ટૂરિઝમ વિષયક સેમિનારો થશે. જ્યારે બપોરે 4:50થી 6 ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે. સાંજે 5થી 6:30 ગ્રીન ઉદ્યોગ માટે બાવો માસ, સીઈઓ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ બ્લુ એનર્જી, ગ્રીન ફ્યુચર, કાર્બન્ડ ટુ ક્રોપ્સ, ગ્રીન સ્ટાર્ટ અપ, ભારતનું એનર્જી ગેટવે બનતું ગુજરાત -તેલ એન ગેસમાં અગ્રેસર સહિતની બાબતોની ચર્ચાશે.

તા.12ના કાર્યક્રમો

સવારના સેશનમાં મિશન 100 ગીગા વોટ : પંચામૃત માટે રાજ્યની પ્રતિબદ્ધતા, સવારે 10:30થી 12:30 એગ્રી વેલ્યુ : ઓઈલ સિડ માર્કેટની ઉત્તમ તકો, ગુજરાતમાં ફિશરીઝ માર્કેટની વિકસાવવા માટે ઉત્તમ તકો, બ્લુ બાયો ઈકોનોમી, ડિફેન્સમાં આત્મનિર્ભરતા સૌરાષ્ટ્રના પોર્ટ ઉદ્યોગ ઉપર સેમિનાર : વિઝન અને રોડમેપ ઓટો એન્જિનિયારિંગ સેમિનાર : સ્થાનિક ઉત્પાદન, ગ્લોબલ સ્ટાન્ડર્ડ, ઉદ્યોગ માટે ભારતીય સ્ટાન્ડર્ડ, ગિફ્ટ સિટી માટે શ્રેષ્ઠ બિઝનેસ તકો ગુજરાતના માઈનિંગ ઉદ્યોગ માટે ફ્યુચર, રિજિયોનલ એમએસએમઈ કોન્કલેવ, મીઠા ઉદ્યોગ પર સેમિનાર, સ્ટાર્ટ અપ સેમિનાર, સ્વદેશી સેમિનાર: આયાતમાં ઘટાડો, મેઈડ ઈન ઈન્ડિયાને મજબૂત કરો, દરિયાઈ વિસ્તારોના ઉદ્યોગ માટે માસ્ટર પ્લાન, સોલર સેમિનાર યોજાશે. જ્યારે બપોરે 2.30 કલાકથી 4 કલાક સુધી રિન્યુએબલ એનર્જી, પાવર સેક્ટરમાં સાયબર સિક્યોરિટી, ગ્રીન હાઈડ્રોજન : ચૈનલ્જ, તકો અને ફ્યૂચર, પેટ્રો કેમિકલ પર કિવઝ, એક કોરિડોર -અનેક કનેક્શન : કલાઈમેટ એનર્જી સિસ્ટમ, વિંડ એનર્જી, ન્યુક્લિવર એનર્જી માટે વિશેષ તકો, એ આઈ અને ડિજિટલ માર્કાટિંગ ઉપર સેમિનાર, અલંગ 2.0: વિશ્વના સૌથી મોટાથી લઈને સૌથી ટકાઉ શિપ રિસાયક્લિંગ હબ સુધી, મહિલા ઉદ્યોગ સાહસિકો માટે સેમિનાર, હેરિટેજ મેરીટાઈમ ઈન્ફ્રાસ્ટ્રકચર, લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વાવિંગ હેરિટેજ માટે ગ્લોબલ તકો

ઇ-પેપરના નવા શુલ્ક