મુંબઈ, તા.30 : ટીમ ઇન્ડિયાનો ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાછલા ઘણા સમયથી તેના ખરાબ બેટિંગ ફોર્મને લઈને સતત ચર્ચામાં રહે છે. આ દરમિયાન હવે સૂર્યકુમાર પર એક અજાણી હીરોઇન ખુશી મુકરજીએ સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેણીએ આરોપ મૂક્યો છે કે સૂર્યકુમાર તેને સતત મેસેજ કરતો હતો. ખુશી મુકરજી સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટોગ્રાફ અને ફેશન માટે જાણીતી છે. તેના નામે ઇન્સ્ટાગ્રામ પર 1.પ મિલિયન ફોલોઅર્સ છે. આ સામે તેણી કોઇને ફોલો કરતી નથી.
ખુશી
મુકરજીએ કહ્યું છે કે ઘણા ક્રિકેટર્સ મારી પાછળ પડયા છે. સૂર્યકુમાર તો મને સતત મેસેજ
કરતો હતો. જો કે અમારી બહુ વાતચીત થઈ નથી. મારે કોઈ સાથે જોડાવું પણ નથી. અસલમાં હાલ
મારી કોઇ સાથે લિંકઅપ નથી.
ખુશી
મુકરજીએ 2013માં તમિલ ફિલ્મ અંજલ થુરાઇથી પરદા પર પદાર્પણ કર્યું હતું. શૃંગાર નામક
એક હિન્દી ફિલ્મ પણ તેનાં નામે છે. ખુશી બાલવીર રિર્ટન સહિતની કેટલીક ટીવી સિરીયલ અને
વેબ સિરીઝમાં પણ કામ કરી ચૂકી છે.