અમરેલી,તા.21: અમરેલી પોલીસે દામનગર વિસ્તારમાં પેટ્રાલિંગ દરમિયાન બાતમીના આધારે દહીથરા ગામ પાસે વોચ ગોઠવી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પી.આઈ.ની રાહબરી હેઠળ હાથ ધરાયેલા આ ઓપરેશનમાં, ઢસા તરફથી આવતી પીકઅપ વાનને અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1769 બોટલો મળી આવી હતી. પોલીસે ગારીયાધારના પચ્છેગામના વતની નરેશભાઇ નાગજીભાઇ બોદરાને ઘટનાસ્થળેથી દબોચી લીધો હતો.
આ કાર્યવાહીમાં
પોલીસે 3.56 લાખની કિંમતનો દારૂ,7 લાખની પીકઅપ વાન અને મોબાઈલ મળી કુલ 10,56,545નો
મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ
ગુનામાં ટીંબડી ગામના અલ્પેશ ઉર્ફે કાળુ સુરેશભાઇ શેલારની સંડોવણી પણ બહાર આવી છે,
જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા આરોપી અને મુદ્દામાલને આગળની
કાયદેસરની કાર્યવાહી માટે દામનગર પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.