• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મજબૂત

સંયુક્ત રાષ્ટ્રનો ભરોસો : આ વર્ષે આર્થિક વૃદ્ધિદર 6.4 ટકા રહેવાનું અનુમાન

નવીદિલ્હી, તા.22: પશ્ચિમ એશિયાનાં સંકટમાંથી ઉત્પન્ન થયેલી વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર આ વર્ષે 6.4 ટકાની રફતારથી પ્રગતિ કરશે. આગામી વર્ષ 2027માં આ વૃદ્ધિદર વધીને 6.6 ટકા થઈ શકે છે. તેવું સંયુક્ત રાષ્ટ્રે ભારતનાં મજબૂત આર્થિક બુનિયાદી ઢાંચા ઉપર ભરોસો દાખવીને કહ્યું છે.

સંયુક્તરાષ્ટ્ર આર્થિક અને સામાજિક આયોગ-એશિયા પ્રશાંત(ઇએસપીએપી) દ્વારા જારી અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ એશિયાનાં અર્થતંત્ર 202પમાં પ.4 ટકાનાં દરે આગળ વધ્યા છે. જેમાં ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિનું યોગદાન પ્રમુખ રહ્યું હતું. 2024માં આ અર્થતંત્રોનો વૃદ્ધિદર પ.2 ટકા રહ્યો હતો.

આ અહેવાલમાં આગળ કહેવામાં આવ્યું છે કે, 202પમાં ભારતનો જીડીપી વૃદ્ધિદર 7.4 ટકા રહ્યો હતો. તેને મજબૂત ખપત, જીએસટીનાં દરોમાં કપાત અને અમેરિકી ટેરિફ લાગુ થતાં પહેલાં થયેલી ઝડપી નિકાસનું બળ પ્રાપ્ત થયું હતું. જો કે ભારતમાં 202પના બીજા ત્રિમાસિક સમયગાળામાં આર્થિક ગતિવિધિઓ મંદ પડી હતી કારણ કે ઓગસ્ટ 202પમાં પ0 ટકા ટેરિફ લાગુ કરાયા બાદ અમેરિકાને થતી નિકાસમાં 2પ ટકાનો ઘટાડો થઈ ગયો હતો. મોંઘવારીનાં મોરચે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં આ વર્ષે ફુગાવો 4.4 ટકા અને 2027માં 4.3 ટકા રહી શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક