• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

15 હજાર રૂપિયા સુધીનાં ઈ-મેંડેટ વ્યવહારો બન્યા આસાન

રિઝર્વ બેન્ક દ્વારા નવી માર્ગદર્શિકા જારી : એએફએ વગર થઈ શકશે પેમેન્ટ

નવી દિલ્હી, તા.22: ભારતીય રિઝર્વ બેન્ક(આરબીઆઈ)એ નિયમિત ઈ-મેંડેટ ટ્રાંઝેક્શન માટે માર્ગદર્શિકામાં એક મોટો ફેરફાર કર્યો છે. નવાં દિશાનિર્દેશ અનુસાર પ્રત્યેક વ્યવહાર ઉપર 1પ હજાર રૂપિયા સુધીનાં પેમેન્ટ કોઈપણ એડિશનલ ફેક્ટર ઓફ ઓથેંટિકેશન(એએફએ) વગર પણ કરી શકાશે. આ મર્યાદા કરતાં વધારે રકમનાં વ્યવહાર માટે એએફએની જરૂર પડશે.

કેન્દ્રીય બેન્કે આ રાહત આપતા કહ્યું હતું કે, વિમા પ્રિમિયમ, મ્યુચ્યુઅલ ફંડ સબ્ક્રીપ્શન અને ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ માટે 1 લાખ રૂપિયા સુધીની રકમની પ્રોસેસ એએફએ વગર કરી શકાય છે.

આરબીઆઈનાં ડિજીટલ પેમેન્ટ ઈ-મેંડેટ ફ્રેમવર્ગ-2026 અનુસાર મેંડેટ જારી કરનાર દ્વારા નોંધાયેલા દરેક ઈ-મેંડેટમાં તેની માન્ય અવધિ એટલે કે વેલિડિટી પીરિયડ પણ સ્પષ્ટ જણાવવો પડશે. ગ્રાહક પાસે ગમે ત્યારે તેમાં સુધારો કરવા કે મેંડેટ પરત લેવાની સ્વતંત્રતા હશે. કેન્દ્રીય બેન્કે જણાવ્યું હતું કે, કોઈપણ ઈ-મેંડેટ હેઠળ પહેલા વ્યવહાર માટે એએફએ મંજૂરીની આવશ્યકતા રહેશ. જો કે તેને રજિસ્ટ્રેશન પ્રોસેસ સાથે જોડી શકાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક