અમદાવાદ, તા.21 : તિલક વર્માની ધમાકેદાર સદીની મદદથી સોમવારે મુંબઈ ઇન્ડિયન્સનો ગુજરાત ટાઇટન્સ સામે 99 રને જોરદાર વિજય થયો હતો. સતત 4 મેચમાં હાર સહન કરનાર મુંબઈ માટે આ જીત ઘણી રાહતજનક રહી છે. મુંબઈની ઇનિંગ દરમિયાન કપ્તાન હાર્દિક અને તિલક એક સમયે સાથે બેટિંગ કરી રહ્યા હતા ત્યારે મુંબઈ ટીમ દબાણમાં હતી. 4 વિકેટ સસ્તામાં ગુમાવી દીઘી હતી અને રન રફતાર પણ મંદ પડી ગઈ હતી. આ સમયે જોવા મળ્યું કે કપ્તાન હાર્દિક ઊંચા અવાજમાં અથવા તો ગુસ્સામાં તિલકને પ્રેરિત કરી રહ્યો હતો. ખાસ વાત એ રહી હતી કે હાર્દિક ક્રિઝ પર સંઘર્ષ કરી રહ્યો હતો, પણ તિલકને પાનો ચડાવી રહ્યો હતો. હાર્દિકે એવું તો કહી દીધું કે તિલક કાળઝાળ બની ગયો હતો અને ગુજરાતના બોલરો પર તૂટી ગયો. તેણે પછીના 23 દડામાં 82 રન બનાવ્યા અને ઇનિંગના આખરી દડે સદી પણ પૂરી કરી.
મેચ
બાદ તિલકે જણાવ્યું કે, બધાને ખબર છે કે હાર્દિકભાઈ ઘણા જુસ્સામાં રહે છે. તેઓ મારો
આત્મવિશ્વાસ વધારવાની કોશિશ કરતા હતા. તેમણે કહ્યંy તું કરી શકે છે. તારે કરવાનું જ
છે. મેં તેમને ભરોસો આપ્યો કે હું સંભાળી લઈશ. આપ શાંત રહો કારણ કે મારે ધ્યાન કેન્દ્રિત
કરવું છે. જે ટીમ માટે અને મારા માટે ઘણું જરૂરી હતું. તિલકે કહ્યંy અમારા માટે આ ગેમ
નોકઆઉટ જેવી હતી. અમને ખબર હતી કે અમે સારું કરશું તો કોઈ રોકી શકશે નહીં.
અત્રે
એ ઉલ્લેખનીય રહેશે કે તિલકની સદીથી મુંબઈના પ વિકેટે 199 રન થયા હતા. જવાબમાં ગુજરાત
ટીમ 100 રનમાં ડૂલ થઈ હતી.