ચેન્નાઇ, તા.21 : આઇપીએલ-2026 સીઝનની વચ્ચે સીએસકે ટીમ માટે એક ખરાબ ખબર સામે આવી છે. ટીમનો યુવા અને ઇનફોર્મ બેટર આયુષ મ્હાત્રે પગના સ્નાયૂ ખેંચાઈ જવાની ઇજાને લીધે આઇપીએલની બહાર થઈ ગયો છે. તેનું બહાર થવું સીએસકે માટે મોટો ફટકો છે કારણ કે 18 વર્ષીય આયુષ મ્હાત્રે શાનદાર ફોર્મમાં હતો. તેને 18 એપ્રિલે સનરાઇઝર્સ વિરુદ્ધ રન લેતી વખતે હેમસ્ટ્રિંગ ઇન્જરી થઈ હતી. તેને હવે ઠીક થતાં 6થી 12 સપ્તાહનો સમય લાગશે. તેણે 6 મેચમાં 177થી વધુની સ્ટ્રાઇક રેટથી 201 રન કર્યા હતા. વનડાઉન પોઝિશન પર આયુષનો વિકલ્પ શોધવો આઇપીએલ માટે કઠિન બની રહેશે. આ વાત ખુદ સીએસકેના બેટિંગ કોચ માઇકલ હસ્સીએ સ્વીકારી છે. અગાઉ સીએસકેનો સ્ટ્રાઇક બોલર ખલિલ અહમદ પણ ઇજાને લીધે આઈપીએલની બહાર થયો હતો.