હેઝલવૂડ, ભુવનેશ્વર, રબાડા અને આર્ચરની સફળતા પર ડેલ સ્ટેનનું મંતવ્ય
નવી
દિલ્હી તા.28: આઇપીએલ-2026 સીઝનમાં મોટાભાગના બેટર્સ હરીફ ટીમના અનુભવી બોલરોની ટેસ્ટ
મેચ લાઇન-લેન્થથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગઇકાલના મેચમાં આરસીબીના બોલર્સ ભુવનેશ્વર
અને હેઝલવૂડે સચોટ લાઇન-લેન્થથી દિલ્હની 8 રનમાં 6 વિકેટ પાડી દીધી હતી. આવી જ રીતે
ટાઈટન્સનો બોલર કાગિસો રબાડા બોલિંગ કરી રહ્યો છે. તેણે 8 મેચમાં 13 વિકેટ લીધી છે.
આ મામલે
દ. આફ્રિકાના પૂર્વ દિગ્ગજ બોલર ડેલ સ્ટેને બોલરોની પ્રશંસા કરી છે. ભુવનેશ્વર, હેઝલવૂડની
સાથોસાથ કાગિસો રબાડા, લુંગી એનગીડી અને જોફ્રા આર્ચર ટેસ્ટ મેચની માફક સચોટ લાઇન-લેન્થ
જાળવી રાખી બોલિંગ કરી રહ્યા છે. જે ટી-20 ફોર્મેટમાં જોવું મજેદાર છે. આથી બેટધરો
ડરી રહ્યા છે. તેમણે આ પ્રકારનો સામનો કરવો પડશે તેવો અભ્યાસ કર્યોં નથી. તેમની પાસે
કોઇ જવાબ નથી.
સ્ટેન
કહે છે કે બેટધરોના ડરનું અસલી કારણ બેટિંગ ટેકનીક છે. હવે ટૂર્નામેન્ટ આગળ વધી ચૂકી
છે. આથી તેઓ ટેકનીકમાં બદલાવ કરી શકવાની સ્થિતિમાં નથી. આથી અનુભવી બોલરોનો દબદબો બની
રહેશે. આથી આને હાર્ડ લેંથ બોલ કહી શકાય.