• બુધવાર, 29 એપ્રિલ, 2026

ઈરાને હોર્મુઝ ખોલવા વિનંતી કર્યાનો ટ્રમ્પનો દાવો

વોશિંગ્ટન, તા.28: વિશ્વની નજર અમેરિકા અને ઈરાન વચ્ચે તનાવ ઉપર મંડાયેલી છે ત્યારે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એકવાર ચોંકાવતો દાવો કર્યો છે. ટ્રમ્પના કહેવા મુજબ ઈરાન સંપૂર્ણપણે વિનાશના કિનારે પહોંચી ગયું છે. એટલું જ નહીં, ટ્રમ્પે એવું કહ્યું હતું કે, ઈરાને પોતે અમેરિકાનો સંપર્ક કરીને હોર્મુઝ જળમાર્ગ પરથી નાકાબંધી હટાવવાની વિનંતી કરી છે.

ટ્રમ્પનો દાવો છે કે ઈરાન ઈચ્છે છે કે હોર્મુઝ સ્ટ્રેટને ઝડપથી ખોલવામાં આવે, જેથી જહાજોની અવરજવર પહેલાંની જેમ સામાન્ય થઈ શકે. અમેરિકાના આ દાવા બાદ આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં હલચલ મચી ગઈ છે. જોકે બીજી તરફ ઈરાને ટ્રમ્પના આ દાવા અને દબાણને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, ઈરાને હમણાં જ જણાવ્યું છે કે તે હવે સંપૂર્ણપણે તૂટી પડવાની કગાર પર છે. ઈરાન ઈચ્છે છે કે શક્ય તેટલી ઝડપથી હોર્મુઝ જળમાર્ગ ખોલી નાખવામાં આવે. જો કે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી કે અમેરિકા ઈરાનમાં કોની સાથે વાતચીત કરી રહ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક