• બુધવાર, 29 એપ્રિલ, 2026

રાજકોટ મનપામાં ફરી ‘કમળ’, 72 પૈકી 65 બેઠકમાં ભાજપ વિજેતા

-જંગલેશ્વર મેગા ડિમોલિશન અસર વર્તાઈ, વોર્ડ નં.16માં કોંગ્રેસની આખી પેનલ જીતી : ‘આપ’ ખાતું પણ ખોલી શક્યું

રાજકોટ, તા.28 : રાજકોટ મહાપાલિકાના 18 વોર્ડની કુલ 72 બેઠકો માટે આજે જાહેર થયેલા પરિણામોમાં 65 બેઠક ઉપર ભગવો લહેરાયો હતો જ્યારે 7 બેઠક ઉપર કોંગ્રેસે મેદાન માર્યું હતું. બીજી તરફ આમ આદમી પાર્ટી પોતાનું ખાતું પણ ખોલાવી શકી હતી.

શહેરમાં આજે સવારે 9 વાગ્યાથી વિવિધ 6 સ્થળે મતગણતરી શરૂ થઈ હતી. જેમાં વોર્ડ નં.1થી 3 માટે પાંધી લો કોલેજ, વોર્ડ નં.4થી 6 માટે ચૌધરી હાઈસ્કૂલ, વોર્ડ નં.7થી 9 માટે વિરાણી હાઈસ્કૂલ, વોર્ડ નં.10થી 12 માટે એ.વી.પારેખ ઈન્સ્ટિટયૂટ, વોર્ડ નં.13થી 15 માટે જસાણી સ્કૂલ તેમજ વોર્ડ નં.16થી 18 માટે રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીના પ્રારંભે ભાજપનો ઘોડો ‘વીન’માં દોડતો થઈ ગયો હતો. જેમ જેમ રાઉન્ડ પૂર્ણ થતાં હતાં તેમ તેમ ભાજપની છાવણીમાં હર્ષોલ્લાસ સાથે જય-જયકાર ગુંજવા લાગ્યાં હતાં. વખતે એસઆઈઆર, મોંઘવારી, ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ સાથોસાથ અસહ્ય ગરમીના કારણે નિરસ ચૂંટણી પ્રચાર સાથે મતદારોનો નિરુત્સાહ, લગ્નગાળો જેવા અનેક પરિબળો હોવા છતાં ભાજપ પૂર્ણ બહુમત મેળવવામાં સફળ રહ્યું હતું. રાજકોટવાસીઓએ સાબિત કરી દેખાડયું હતું કે, તેઓને માત્ર ‘િવકાસ’માં રસ છે.

જો કે, શહેરમાં તાજેતરમાં હાથ ધરાયેલા જંગલેશ્વર મેગા ડિમોલિશનની અસર અચૂક ચૂંટણી પરિણામો ઉપર જોવા મળી હતી જેના કારણે વોર્ડ નં.16માં કોંગ્રેસના ચારેય કોર્પોરેટરોની પેનલ ચૂંટાઈને આવી હતી. કોંગ્રેસના રસીલાબેન ગરૈયા, દિપ્તીબેન સોલંકી, અર્જુનભાઈ ચૌહાણ અને ઈબ્રાહિમભાઈ સોરા ચૂંટાઈને આવ્યાં હતાં.

વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નં.15માં પણ વખતે ગાબડું પડયું હતું અને પેનલ તૂટી હતી. બેઠક ઉપર કોંગ્રેસના 3 જ્યારે ભાજપના એક ઉમેદવાર નિલેશ હેરભા જીત્યાં હતાં અને પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાનો પરાજય થયો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક