• શુક્રવાર, 22 મે, 2026

અશ્મિતા ચાલિહા મલેશિયા ઓપનના કવાર્ટર ફાઈનલમાં

કુઆલાલમ્પુર તા.21: ભારતની યુવા મહિલા શટલર અશ્મિતા ચાલિહા મલેશિયા સુપર માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમા મલેશિયાની ખેલાડી ગોહ જિન વેઇ સામે 21-13 અને 21-16થી વિજય હાંસલ કરી કવાર્ટર ફાઇનલમાં પહોંચી છે. જયારે માલવિકા બંસોડ  ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં યૂરોપીય ગેમ્સ ચેમ્પિયન ડેનમાર્કને ખેલાડી લાઇન કઝર્સફેલ્ટ સામે 16-21, 21-18 અને 21-1પથી હારીને બહાર થઇ છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક