બ્રાઝીલે હૈતી સામે 3-0થી જીત મેળવી આલોચકોને જવાબ આપ્યો : મોરક્કોની સ્કોટલેન્ડ સામે જીત
નવી
દિલ્હી, તા. 20 : ફીફા વિશ્વકપના ગ્રુપ સ્ટેજના મુકાબલાએ રોમાંચની તમામ હદો પાર કરી
દીધી છે. બ્રાઝીલે હૈતીને 3-0થી કચડીને અને
મોરક્કોએ સ્કોટલેન્ડ ઉપર 1-0થી જીત મેળવીને નોકઆઉટની પોતાની આશા મજબૂત કરી છે.
તો બીજી તરફ સતત બે હાર સાથે હૈતી અને તુર્કીની વિશ્વકપની સફર ગ્રુપ સ્ટેજમાંથી જ પુરી
થઈ છે. આ ઉપરાંત અમેરિકાએ શાનદાર ફોર્મ જાળવી
રાખતા ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવ્યું હતું અને સતત બે જીત સાથે ટુર્નામેન્ટના રાઉન્ડ
ઉપર 32માં ક્વોલિફાઈ કરનારી બીજી ટીમ બની છે.
પાંચ
વખતની વિશ્વ ચેમ્પિયન ટીમ બ્રાઝીલે ફીફા વિશ્વકપ 2026માં દમદાર અંદાજમાં વાપસી કરતા
હૈતીને 3-0થી હરાવ્યું હતું. પહેલાના મુકાબલામાં મોરક્કો સામે 1-1થી નિરાશાજનક ડ્રો
બાદ આલોચનાઓનો સામનો કરી રહેલી બ્રાઝીલની ટીમે આ વખતે સ્ટાર ખેલાડી વિનીસિયસ જૂનિયરના
શાનદાર પ્રદર્શનના દમ ઉપર એકતરફી જીત મેળવી હતી. 20 જૂનના પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયા
સ્ટેડિયમમાં રમાયેલા મેચમાં વિનીસિયસ જૂનિયરે જોરદાર ગોલ કરવાની સાથે બે ગોલની તક બનાવવામાં
પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. મુકાબલાની શરૂઆતમાં જ બ્રાઝીલે આક્રમક રમત બતાવી હતી અને
હૈતીની રક્ષા પંક્તિ ઉપર સતત દબાણ બનાવી રાખ્યું હતું. 23મી મિનિટે મેચનો પહેલો ગોલ
થયો હતો. બાદમાં 36મી મિનિટે કુન્હાએ કોઈપણ ભુલ કર્યા વિના બ્રાઝીલની બઢત બમણી કરી
હતી. આ ઉપરાંત વિનીસિયસે પહેલા હાફમાં ઈન્જરી ટાઈમ દરમિયાન પોતે ગોલ કરીને સ્કોર 3-0
કરી દીધો હતો. આ જીત સાથે બ્રાઝીલે ગ્રુપ સીમાં સ્થિતિ મજબૂત કરી લીધી છે.
અમેરિકાએ
આગામી રાઉન્ડ માટે પોતાની જગ્યા નક્કી કરી લીધી છે. ગ્રુપ ડીમાં અમેરિકાએ ઓસ્ટ્રેલિયાને
2-0થી હરાવ્યું હતું અને રાઉન્ડ ઓફ 32માં જગ્યા બનાવનારો બીજો દેશ બન્યો હતો.
મોરક્કોએ
પણ શાનદાર પ્રદર્શન કરતા ગ્રુપ સીના મુકાબલામાં સ્કોટલેન્ડને 1-0થી હરાવ્યું હતું.
જ્યારે ગ્રુપ ડીના અન્ય એક મુકાબલામાં પરાગ્વેએ તુર્કી ઉપર 1-0થી જીત મેળવી હતી. મેચની
શરૂઆત જ પરાગ્વે માટે ધમાકેદાર રહી હતી અને બીજી જ મિનિટે ગાલાર્ઝાએ ગોલ
કર્યો
હતો.