• શનિવાર, 20 જૂન, 2026

બીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝીલેન્ડની મજબૂત પકડ

ઓવલ, તા.19: ઇંગ્લેન્ડ વિરુદ્ધના બીજા ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે મજબૂત પકડ જમાવી છે. મેચના આજે ત્રીજા દિવસે મેટ હેનરીની પ વિકેટથી ઈંગ્લેન્ડને પહેલા દાવમાં 291 રને ઓલઆઉટ કર્યાં પછી ન્યુઝીલેન્ડના બીજા દાવમાં 3 વિકેટે 189 રન થયા હતા. આથી તે 289 રને આગળ થયું છે. હેનરી નિકોલ્સ 87 રને રમતમાં હતો અને રચિન રવીન્દ્ર 76 રને આઉટ થયો હતો.

આ પહેલા આજે લંચ પહેલા ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 291 રને સમાપ્ત થયો હતો. આથી ન્યુઝીલેન્ડને 100 રનની મહત્ત્વની સરસાઇ મળી હતી. ઇંગ્લેન્ડ તરફથી આજે પ0 રન અણનમ નવમા ક્રમના બેટર મેથ્યૂ ફિશરે કર્યાં હતા. આ સિવાય બેન ડકેટે 36, એમિલિયો ગેએ પ3, ઇનચાર્જ કેપ્ટન જો રૂટે 46 રન કર્યા હતા. હેરી બ્રુક અને જેમ્સ રો 24-24 રને આઉટ થયા હતા. જોર્ડન ફોકસે 27 રનનું યોગદાન આપ્યું હતું. ન્યુઝીલેન્ડ તરફથી મેટ હેનરીને પ વિકેટ ઉપરાંત વિલ ઓ’રૂકેને 2 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક