ત્રણ વર્ષ પૂર્વે લગ્ન થયા બાદ ઘર કંકાસના કારણે પત્ની બે વર્ષથી માવતર રિસામણે બેઠી હતી
ગારિયાધાર,તા.20:
ગારિયાધાર શહેરના બેલા રોડ ખાતે આવેલા મફતનગર ખાતે બે વર્ષથી
પિતાના ઘરે રિસામણે આવેલી પત્નીને પતિ દ્વારા દાઝ રાખીને આજે સવારે કુહાડાનો ઘા મારીને
પતિએ પત્નીની હત્યા કરવામાં આવી હતી.
ગારિયાધાર
શહેરના બેલા રોડ ખાતે આવેલા મફતનગર વિસ્તારમાં પાણીની ટાંકી નજીક મરણ જનાર તેના પિયર
પિતાના ઘરે બે વર્ષથી રિસામણે આવેલા પાયલબેન વિજયભાઈ પરમારની તેના પતિ વિજયભાઈ વેલજીભાઈ
પરમાર દ્વારા આજે સવારે 10:30 કલાકના અરસામાં કુહાડાનો ઘા મારી મૃત્યુ નીપજાવ્યું હતું
ઘટના બનતાની સાથે જ વાયુવેગે સમગ્ર શહેરમાં ઘટનાની જાણ થઈ હતી ઘટનાની જાણ થતા જ પોલીસ
ઘટના સ્થળે પહોંચી હતી. પરિણીતાનું મૃત્યુ થતા પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો
હતો.
પોલીસ
ફરિયાદમાં પરિણીતાના વાલીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે પોતાની પુત્રીના લગ્ન
ત્રણ વર્ષ પહેલા વિજય સાથે થયા હતા અને ઘર કંકાસના કરને તેની દીકરી પાયલ છેલ્લા બે
વર્ષથી માવતર રિસામણે બેઠી હતી તેથી પતિએ ગુસ્સામાં આવીને કુહાડો લઈને ધસી આવી પોતાની
પત્ની પર જીવલેણ હુમલો કરતા પત્ની ઘટના સ્થળે જ ઢળી પડી હતી અને તેનું મૃત્યુ થતા બનાવ
હત્યામાં પલટાયો હતો.પોલીસે ઘટના સ્થળે પહોચી હત્યારા પતિને ઝડપી ગંભીર કલમો હેઠળ ગુનો
નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.