બાંગલાદેશ
સામે 5 વિકેટે વિજય: શેફાલીની ઝડપી અર્ધસદી અને રાધાની 3 વિકેટ
માંચેસ્ટર
તા.2પ: બાંગલાદેશ સામે 19 દડા બાકી રાખી પ વિકેટે જીત મેળવી ભારતે મહિલા ટી-20 વિશ્વ
કપમાં સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ભારતીય મહિલા ટીમે 137 રનનો વિજય
લક્ષ્યાંક પ વિકેટ ગુમાવી 16.પ ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ગ્રુપ વનમાં ભારતીય મહિલા
ટીમના 6 પોઇન્ટ થયા છે અને નેટ રન રેટ 2.2268 છે. પહેલા સ્થાને ઓસ્ટ્રેલિયા 8 અંક સાથે
છે. ભારત અને દ. આફ્રિકા ટીમ સેમિની રેસમાં છે. ભારતીય ટીમ હવે રવિવારે તેનો આખરી લીગ
મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. જે ડૂ ઓર ડાઇ સમાન હશે.
બાંગલાદેશ
સામે શેફાલી વર્માએ 34 દડામાં 8 ચોક્કા-1 છક્કાથી પ3 રનની અને જેમિમા રોડ્રિગ્સે 1પ
દડામાં 26 રનની ઝડપી ઈનિંગ રમી હતી. સ્મૃતિ 8, યાસ્તિકા 23 અને ઋચા 10 રને આઉટ થઇ હતી.
કપ્તાન હરમનપ્રિત 13 અને દીપ્તિ પ રને નોટઆઉટ રહ્યા હતા.
આ પહેલા
બાંગલાદેશે ટોસ જીતી પ્રથમ દાવ લીધો હતો અને ભારતીય ટીમની કંગાળ ફિલ્ડીંગ અને નબળી
બોલિંગ છતાં 20 ઓવરના અંતે 8 વિકેટે 136 રનનો સામાન્ય સ્કોર કર્યોં હતો. પાવર પ્લેમાં
જ ભારતીય ફિલ્ડર્સે 4 કેચ પડતા મુકયા હતા. આથી બાંગલાદેશના પાવર પ્લેમાં 6 ઓવરમાં
1 વિકેટે 40 રન થયા હતા. બાંગલાદેશ તરફથી ઓપનર જુયેરિયા ફિરદોસે સર્વાધિક 33 રન 31
દડામાં પ ચોક્કાથી કર્યાં હતા. આ સિવાય શોભના મોસ્તારીએ 22 અને કેપ્ટન નિગાર સુલતાનાએ
32 રનનું યોગદાન આપ્યું હતું. એક સમયે બાંગલાદેશ મહિલા ટીમના 3 વિકેટે 106 રન હતા.
આ પછી ભારતીય બોલર્સ વાપસી કરવામાં સફળ રહી હતી. આથી બાંગલાદેશ ટીમે 30 રનમાં પ વિકેટ
ગુમાવી હતી. જેથી 8 વિકેટે 136 રન પર અટકી ગઇ હતી. ભારત તરફથી રાધા યાદવે 3 અને શ્રી
ચરણે 2 વિકેટ લીધી હતી. શ્રી ચરણીને બન્ને વિકેટ ઇનિંગની અંતિમ ઓવરમાં મળી હતી.