50 મીટર બ્રેકસ્ટ્રોકમાં નટરાજન સેમિ ફાઇનલમાં: ડોપિંગ મામલે જૂડો ખેલાડી તુલિકા માન બહાર
ગ્લાસગો
તા.24: ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે ભારતીય તરણ ખેલાડી શ્રીહરી નટરાજન પ0
મીટર બેકસ્ટ્રોકના સેમી ફાઇનલમાં પહોંચ્યો છે. નટરાજને 2પ.પ2 સેકન્ડના સમય સાથે સેમિમાં
કવોલીફાય કર્યું હતું. સેમિ ફાઇનલ હિટમાં કુલ 14 સ્વીમરને જગ્યા
મળી
છે.
જયારે
પેરા સ્વીમિંગમાં ભારતનો આર. વી. બુડિગિના અને ઇમામ અલી પુરુષોની 100 મીટર ફ્રી સ્ટાઇલ
ઇવેન્ટમાં એસ13 વર્ગમાં ફાઇનલ માટે કવોલીફાય થયા છે.
બુડિગિના
તેની હિટમાં પ7.10 સેકન્ડ સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. જયારે ઇમામ
અલી
1:0પ.32 સેકન્ડ
સાથે
8મા ક્રમે રહ્યો હતો. એસ13 કેટેગરી દ્રષ્ટિબાધિત ખેલાડીઓ માટેની તરણ સ્પર્ધા છે.
બીજી
તરફ ભારતને જૂડો સ્પર્ધામાં ફટકો પડયો છે. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ
જીતનારી મહિલા ખેલાડી તુલિકા માન ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સની બહાર થઇ ગઇ છે. તેણીએ નાડાનો
નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. તેના પર આ કાર્યવાહી થઇ છે.