શ્રીલંકા વિરૂધ્ધના પ્રથમ ટેસ્ટના શરૂઆતના બન્ને દિવસ વરસાદનું વિઘ્ન
રાહુલના
82 અને જુરેલના 51 રન : પ્રભાસ જયસૂર્યાની 4 વિકેટ
ગોલ
તા.16 ડાબોડી યુવા મધ્યક્રમના બેટધર દેવદત્ત પડીક્કલની શાનદાર 167 રનની ઈનિંગથી શ્રીલંકા
વિરૂધ્ધના પ્રથમ ટેસ્ટના બીજા દિવસના અંતે ભારતના 9 વિકેટે 460 રન થયા હતા. મેચના શરૂઆતના
બન્ને દિવસ વરસાદના વિઘ્નને લીધે નિર્ધારિત 180 ઓવરના બદલે 116 ઓવરની રમત જ શકય બની
હતી. દેવદત્ત પડીક્કલે ટેસ્ટ કેરિયરની પહેલી સદી ફટકારીને 230 દડામાં 1પ ચોક્કા અને
1 છક્કાથી 167 રનની આકર્ષક ઈનિંગ રમી હતી. આ સિવાય કેએલ રાહુલે 82 અને ધ્રુવ જુરેલે
પ1 રન કર્યાં હતા. શ્રીલંકા તરફથી સ્પિનર પ્રભાસ જયસૂર્યાએ 4 વિકેટ લીધી હતી.
મેચના
ગઇકાલે પહેલા દિવસે યશસ્વી જયસ્વાલ 32 રને રનઆઉટ થયો હતો. આ પછી પડીક્કલ અને રાહુલ
વચ્ચે બીજી વિકેટમાં 1પ1 રનની ભાગીદારી થઇ હતી. કેએલ રાહુલ અર્ધસદી પછી રિટાયર્ડ હર્ટ
થયો હતો. જયારે કપ્તાન ગિલ 16 રને આઉટ થયો હતો. પહેલા દિવસના અંતે ભારતના 2 વિકેટે
288 રન થયા હતા. આ દરમિયાન પડીક્કલે તેની સદી 134 દડામાં પૂરી કરી હતી.
મેચના
આજે બીજા દિવસે ઋષભ પંત 39, રાહુલ 82, પડીક્કલ 167, ધ્રુવ જુરેલ પ1, રવીન્દ્ર જાડેજા
13, માનવ સુથાર 24, મોહમ્મદ સિરાજ 11 રને આઉટ થયા હતા. કુલદીપ યાદવ 12 અને પ્રસિધ્ધ
કૃષ્ણા 1 રને નોટઆઉટ રહ્યા હતા. આથી ભારતના 9 વિકેટે 460 રન થયા હતા. શ્રીલંકા તરફથી
પ્રભાસ જયસૂર્યાએ 4 અને કેશરા નુવંતાએ 3 વિકેટ લીધી હતી.