વૈષ્ણવનું
પ્રમોશન, ગડકરીને ટ્રાન્સફર 16-17 નવા ચહેરાને જગ્યા મળવાની અટકળો
નવી
દિલ્હી, તા. 2 : ભાજપ સંગઠનની નવી ટીમનાં ગઠન બાદ હવે મોદી સરકારના કેબિનેટ વિસ્તાર
અને ફેરબદલની ચર્ચા વધી છે. સંગઠનમાં થયેલલા બદલાવો બાદથી મંત્રિમંડળમાં મોટાપાયે ઉલટફેરની
અટકળો શરૂ થઈ છે. મંત્રિમંડળમાંથી ઘણા દિગ્ગજોને રજા મળી શકે છે અને યુવા તેમજ નવા
ચહેરાને એન્ટ્રી મળી શકે છે. મોદી કેબિનેટમાં બદલાવ 2027ની વિધાનસભા ચૂંટણીઓ અને
2029ની લોકસભા ચૂંટણીના સમીકરણોને ધ્યાને રાખીને થઈ શકે છે.
અહેવાલ
અનુસાર રાજકીય આલમમાં ચર્ચા થઈ રહી છે કે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને પ્રમોશન
મળી શકે છે અને નીતિન ગડકરીનું મંત્રાલય બદલવામાં આવી શકે છે. આ ઉપરાંત 16થી 17 નવા
ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન મળવાની સંભાવના છે. કહેવાય છે કે અમુક મંત્રાલય અંગે મંથન
ચાલી રહ્યું છે. જો કે આ વખતે કેબિનેટ ફેરબદલમાં મંત્રીનું પ્રદર્શન સૌથી વધારે મહત્ત્વપૂર્ણ
બની રહેશે. ઉત્તર પ્રદેશ અને પંજાબની ચૂંટણી તેમજ લોકસભા ચૂંટણી ભાજપ માટે મહત્ત્વપૂર્ણ
પણ યછે. જેને ધ્યાને રાખીને મોટાપાયે નિર્ણયો લેવામાં આવી શકે છે.
એવી
ચર્ચા છે કે કેબિનેટ વિસ્તારમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકે ઘણા નવા ચહેરા જોવા મળી
શકે છે. જેમાં ભાજપના સહયોગી દળોને પણ સામેલ કરવામાં આવશે. ખાસ કરીને ટોચના પાંચ મંત્રાલયમાંથી
કોઈ એકમાં ફેરફારની સંભાવના વ્યક્ત થઈ રહી છે. ધર્મેન્દ્ર પ્રધાન બાદ પ્રહલાદ જોશીને
શિક્ષા મંત્રાલયની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. તેવામાં આ સ્થળે બદલાવ થઈ શકે
છે. આ ઉપરાંત ઘણા એવા મંત્રી છે જેની પાસે ત્રણથી ચાર મંત્રાલયની જવાબદારી છે. એટલે
આવા વિભાગ બીજા મંત્રીઓમાં વહેંચવામાં આવી શકે છે. કેબિનેટમાં 14 મંત્રી એવા છે જેની
પાસે એકથી વધારે મંત્રાલય છે. મોદી કેબિનેટમાં વર્તમાન સમયે 69 મંત્રી છે. જેના હિસાબે
12 પદ ખાલી છે.