ચેમ્પિયન
બનવા બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અંદાજે 25,000 યુએસ ડોલર મળી શકે
નવી
દિલ્હી, તા.14 : દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મહિલા એશિયા કપની ગ્રાન્ડ
ફાઇનલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રનના મોટા અંતરથી હરાવ્યું હતું.
આ શાનદાર જીત સાથે જ ભારતે રેકોર્ડ 8મી વખત મહિલા એશિયા કપનો ખિતાબ પોતાના નામે કરીને
એશિયન ક્રિકેટમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે.
સમગ્ર
ટૂર્નામેન્ટમાં અજેય રહીને ટાઇટલ જીતનાર ભારતીય ટીમને આ ઐતિહાસિક જીત માટે મોટી ઇનામી
રકમ પણ મળવા જઈ રહી છે. આમ તો એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આ વખતે નવી ઇનામી રકમની
સત્તાવાર જાહેરાત અલગથી કરવામાં આવી નથી, પરંતુ ગત સીઝનના નિર્ધારિત માળખા મુજબ જ પુરસ્કાર
રકમ આપવામાં આવે તેવી પૂરી સંભાવના છે. 8મી વખત ચેમ્પિયન બનવા બદલ ભારતીય મહિલા ક્રિકેટ
ટીમને અંદાજે 25,000 યુએસ ડોલર (એટલે કે આશરે 21 લાખ રૂપિયા)ની ઇનામી રકમ મળશે જ્યારે
ફાઇનલ મેચ હારનારી શ્રીલંકન મહિલા ટીમને રનર-અપ તરીકે અંદાજે 15,000 યુએસ ડોલર (એટલે
કે 12.5 લાખ રૂપિયા) મળશે.