સૈનિકોની
તૈનાતી ઘટાડી, ભારતીય સેનાની મોટી શરત સ્વીકારી : સરકારનો દાવો
નવી
દિલ્હી, તા. 14 : બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આવેલા ચીનના પ્રમુખ શી જિનાપિંગની વડાપ્રધાન
નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ બંને દેશોના સંબંધો ફરી એકવાર પાટા પર આવતા દેખાઈ
રહ્યા છે. આવું એટલા માટે, કારણ કે, ચીને ભારત સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા
પર પોતાની સેનાની તહેનાતીમાં પણ મોટો ઘટાડો કરી દીધો છે. સંરક્ષણ મંત્રાલયના તાજેતરના
રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. આમ સરહદ પર તણાવ ઘટાડવાની ભારતની આકરા વલણવાળી શરતો
સામે ચીને નમતું જોખવું પડયું છે. સંરક્ષણ મંત્રાલયના તાજેતરના રિપોર્ટ પ્રમાણે ગત
વર્ષે એટલે કે, વર્ષ 2025માં ઉત્તરીય સરહદો સામે પિપલ્સ લિબરેશન આર્મીની તહેનાતીમાં
નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. રિપોર્ટ પ્રમાણે કઅઈને અડીને આવેલા ચીનના વિસ્તારો
અને પરંપરાગત તાલીમ વિસ્તારોમાં ઙકઅની 10-10 કમ્બાઈન્ડ આર્મ્સ બ્રિગેડ તહેનાત છે. આ
રિપોર્ટને હાલમાં જ સંરક્ષણ મંત્રાલયની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટ
પરથી એવું પ્રતીત થાય છે કે, 2024માં ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા બાદ ચીની સેના હવે
ભારતીય સેનાની ‘ડી-એસ્કેલેશન’ (સરહદ પર સૈનિકોનો ઘટાડો)ની બીજી શરત માની ગઈ છે. જો
કે, હજુ ‘ડી-ઈન્ડક્શન’ એટલે કે સૈનિકોને સંપૂર્ણ રીતે બેરેકમાં પાછા મોકલવાની ત્રીજી
શરત બાકી છે. ત્યારે જ 2020 એટલે કે ગલવાન ઘાટીની અથડામણ પહેલાંની સ્થિતિ કઅઈ પર કાયમ
થઈ શકશે અને બંને દેશોની સેનાઓ વચ્ચેના સંબંધો સામાન્ય ગણાશે.
બીજી
તરફ, અરુણાચલ પ્રદેશમાં પણ છેલ્લા એક મહિનાથી ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અપર-સુબાનસિરી
વિસ્તારમાં ફેસ-ઓફ ચાલી રહ્યું છે. ગતિરોધને ખતમ કરવા માટે ભારત અને ચીનના કોર કમાન્ડર
સ્તરની બેવાર બેઠક થઈ ચૂકી છે.
પરંતુ
તણાવ યથાવત્ છે. સંરક્ષણ મંત્રાલયના અહેવાલ પ્રમાણે કઅઈના તમામ સેક્ટર (પૂર્વ લદ્દાખથી
લઈને અરુણાચલ પ્રદેશ સુધી), ભારતીય સેનાની તહેનાતી અત્યંત મજબૂત અને સારી સ્થિતિમાં
છે અને તે કોઈ પણ ઈમર્જન્સી સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.