ગોંડલ,તા.14: ગોંડલના આઇકોનિક
મેળામાં બનેલા યુવાન હત્યા કેસમાં બે દિવસના રિમાન્ડ પૂરા થતાં આજે તમામ આરોપીઓને કડક
સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી મુખ્ય હુમલાખોર રાહુલ રાજુ
ડોડિયા સહિત સમીર અકબર સુમરા, અલ્ફાજ રફીક શેખ, નવાજ ઈરફાન દોઢિયા અને અસફાખ મજીદ જુનેજા
નામના આરોપીઓને કોર્ટના આદેશથી ગોંડલ જેલ હવાલે કરવામાં આવ્યા છે, જ્યારે કાયદાના સંઘર્ષમાં
આવેલા ત્રણ સગીરોને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા છે અને આ ગુનામાં સંડોવાયેલા
વધુ એક ફરાર આરોપી મિલન જોટંગિયાને ઝડપી પાડવા માટે પોલીસે સઘન શોધખોળ હાથ ધરી છે.