CBIની FIRમાં ગેંગરેપની ધારા પણ જોડવામાં આવી
નવી
દિલ્હી, તા. 14 : દિશા સાલિયાન મૃત્યુ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે,
આદિત્ય ઠાકરે પણ મુસીબતમાં આવતા જોવા મળી રહ્યા છે. આ મામલે સીબીઆઈ દ્વારા એફઆઈઆર નોંધવામાં
આવી છે. કેસમાં ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે ઉપરાંત મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર
સિંહનું નામ સામેલ છે. જો કે કોઈને આરોપી બનાવવામાં આવ્યા નથી. તત્કાલીન ગૃહ મંત્રી
અનિલ દેશમુખનું નામ પણ કેસમાં સામેલ છે. સીબીઆઈની એફઆઈઆરમાં સામૂહિક બળાત્કારની ધારા
પણ જોડવામાં આવી છે. ફિલ્મ જગતમાંથી ડિનો મોરિયા, સૂરજ પંચોલી અને રિયા ચક્રવર્તી કેસમાં
સામેલ છે. દિશા સાલિયાન દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર હતી. સુશાંત સિંહ
આપઘાત પ્રકરણની તપાસ દરમિયાન જ દિશા સાલિયાનનું સંદિગ્ધ મૃત્યુ થયું હતું. આરોપ છે
કે આદિત્ય ઠાકરેના પિતા અને તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને અન્ય લોકોએ પણ સાજીશ
અને બાદમાં કેસને દબાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી. એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે કે
આદિત્ય ઠાકરેના પિતા અને તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા અન્ય લોકોએ પણ સાજિશ
અને કેસને દબાવવામાં ભૂમિકા ભજવી હતી. સંબંધિત સરકારી કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓની
પણ તપાસ થવી જોઈએ કે તેઓએ કેસ સંબંધિત પુરાવા કે ફાઈલોને નષ્ટ કરી છે કે કેમ.