• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ભારત આવશે પાકિસ્તાની ટીમ

ટૂર્નામેન્ટમાં કુલ 6 ટીમ ભાગ લેશે

નવી દિલ્હી, તા.14 : ભારતની યજમાનીમાં આવતા મહિને હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે. જેની શરૂઆત 27 ઓક્ટોબરથી થશે અને તે 5 નવેમ્બર સુધી રમાશે. પંજાબના જલંધર અને મોહાલીને આ ટુર્નામેન્ટની યજમાની સોંપવામાં આવી છે. આ સ્પર્ધામાં કુલ 6 ટીમો ભાગ લેશે, જેમાં કટ્ટર હરીફ પાકિસ્તાનની ટીમનો પણ સમાવેશ થાય છે.

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની ટીમો ભાગ લેશે. જો આમાંથી કોઈ ટીમ ટૂર્નામેન્ટમાંથી ખસી જશે, તો તેની જગ્યાએ રિપ્લેસમેન્ટ તરીકે ઓમાન અથવા બાંગ્લાદેશને તક આપવામાં આવશે. પાકિસ્તાને ગયા વર્ષે તમિલનાડુમાં રમાયેલા જુનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. પાકિસ્તાને ત્યારે તેનું કારણ ‘ઓપરેશન સિંદૂર’ બાદ બંને દેશો વચ્ચે વધેલા તણાવને ગણાવ્યું હતું.

વર્ષ 2023માં ભારતની યજમાનીમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભારતે ફાઈનલ મુકાબલામાં પાકિસ્તાનને 4-0 થી કચડી નાખ્યું હતું. નોંધનીય છે કે, પાકિસ્તાને ભારત સામે હોકીમાં જીતનો સ્વાદ ચાખ્યાને 10 વર્ષથી વધુનો લાંબો સમય વીતી ચૂક્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક