• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

એક પણ બોલ રમ્યા વગર જ બાંગ્લાદેશ એશિયન ગેમ્સની સેમી ફાઈનલમાં પહોંચ્યું

નવી દિલ્હી, તા.17 : એશિયન ગેમ્સની સેમી ફાઈનલમાં બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમ એક પણ બોલ રમ્યા વિના જ પહોંચી ગઈ છે. ચીન સામેની ક્વાર્ટર ફાઇનલ મેચ વરસાદના કારણે એક પણ બોલ ફેંકાયા વિના અને ટોસ થયા વગર જ રદ્દ કરવી પડી હતી. પરિણામે બાંગ્લાદેશની ટીમ સારા ઇન્ટરનેશનલ રેન્કિંગના આધારે સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે.

હાલમાં આઈસીસી ટી20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં બાંગ્લાદેશ 10મા સ્થાને છે, ચીનની ટીમ 36મા ક્રમે છે. બાંગ્લાદેશનો સેમિફાઇનલ મુકાબલો 20 સપ્ટેમ્બરે રમાશે. આ મેચમાં તેનો સામનો શુક્રવારે રમાનારી ભારત અને જાપાન વચ્ચેની ક્વાર્ટર ફાઇનલની વિજેતા ટીમ સામે થશે. જેમાં ભારતની જીતની શક્યતાઓ વધુ છે. જેથી સેમિફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશની મહિલા ટીમો વચ્ચે ટક્કર થઈ શકે છે. જો કોઈ કારણસર ભારત અને જાપાન વચ્ચેની મેચ પણ રદ્ થાય તો સારા રેન્કિંગના આધારે ભારતીય ટીમ સીધી સેમિફાઇનલની ટિકિટ મેળવી લેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક